પોલીસ અધિકારીઓ કોન્સ્ટેબલની બહાદુરી પર થયા ઓળઘોળ
બાઈક સવાર લૂંટારુઓને ચાર કિલોમીટર સુધી દોડાવીને એકલા હાથે પકડી પાડનાર બેંગ્લોર પોલીસના કોન્સ્ટેબલને પોલીસ વિભાગના અધિકારીઓએ એવુ ઈનામ આપ્યુ છે કે આખી જિંદગી સુધી યાદ રહે. પોલીસ કોન્સ્ટેબલ વેન્કટેશને તેના ઉપરી અધિકારીઓએ લૂંટારુઓને પકડવાના શિરપાવ સ્વરુપે હનીમૂન પેકેજ ગિફ્ટમાં આપ્યુ છે.જેમાં કેરાલામાં બોટહાઉસમાં રહેવાની સુવિધા પણ સામેલ છે. ડેપ્યુટી કમિશ્નર અબ્દુલ અહદે કહ્યું હતું કે વેંકટેશને તેની બહાદુરી માટે વેડિંગ ગિફ્ટમાં 10000 રૃપિયા કેશ પણ આપવામાં આવ્યા છે.પુરસ્કારમાં રજાનો પણ સમાવેશ થાય છે. ગુરુવારે રાતે વેંકટેશ સરજાપુર રોડ પર બાઈક પર પેટ્રોલિંગ કરી રહ્યો હોત ત્યારે તેણે એક વ્યક્તિની બૂમો સાંભળી હતી.ત્યાં જઈને તેણે જોયુ તો બે બાઈક પર ત્રણ વ્યક્તિઓ ભાગી રહ્યા હતા અને રસ્તા પર ઉભેલો અન્ય એક વ્યક્તિ ચોર..ચોરની બૂમરાણ મચાવી રહ્યો હતો. વ્યંકટેશે બાઈક સવાર લુંટારુઓનો ચાર કિલોમીટર સુધી પીછો કર્યો હતો અને તેમાંથી એકને પકડી લીધો હતો.જોકે બીજા બે ભાગી છુટવામાં સફળ રહ્યા હતા. પોલીસ મથકે લૂંટારુની ઓળખ 20 વર્ષીય અરુણ દયાલ તરીકે થઈ હતી. વેંકટેશનુ આગામી દિવસોમાં લગ્ન થવાનુ છે ત્યારે કદાચ તેને પણ કલ્પના નહી હોય કે પોતાનો પોલીસ વિભાગ તેને આ પ્રકારની યાદગાર ગિફ્ટ આપશે.


જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



