સુરત,
તા.૧૦/૫/૨૦૧૮
યુનિવર્સિટી રોડ પર કાકા-ભત્રીજીને સિટી બસના ડ્રાઈવરે અડફેટમાં લઈ મોત નિપજાવવાના પ્રકરણમાં અકસ્માતની ઘટનાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. આ ફુટેજમાં બસ ડ્રાઈવરની સ્પષ્ટ બેદરકારી સામે આવી છે. બાઈક પર રસ્તો ઓળંગી રહેલા કાકા ભત્રીજીને અડફેટમાં લીધા બાદ એક સેકન્ડ માટે પણ બસના ડ્રાઈવરે બસને બ્રેક મારી ન હોવાનું ફુટેજમાં સામે આવ્યું છે.
સોમવારે સિટી બસના ડ્રાઈવરની બેદરકારીને કારણે જીવ ગુમાવનાર કાકા કિશોરભાઈના અંતિમ સંસ્કાર કરી ઘરે પરત આવ્યા બાદ કિશોરભાઈના મોતનો આઘાત જીરવી ન શકતા તેમના મોટા પપ્પા આઘાતમાં ઢળી પડ્યા હતા.
હોસ્પટલમાં સારવાર માટે ખસેડાયા બાદ બુધવારે સાંજે તેમનું પણ અવસાન થયું છે. સોમવારે યુનિ. રોડ પર સિટી બસના ડ્રાઈવરે અડફેટમાં લેતા જીવ ગુમાવનાર કિશોરભાઈના મૃતદેહને સોમવારે અંતિમ સંસ્કાર બાદ ઘરે આવેલા મોટા પપ્પા ધરમશીભાઈ(૬૫)આઘાતમાં સરી પડ્યા હતા. તેઓ ન્હાવા ગયા ત્યાંજ ઢળી પડતા હોસ્પટલમાં ખસેડ્યા હતા. બુધવારે સાંજે તેમનું પણ મોત નિપજ્યું છે.
જંક્શન પર સ્પીડ બાબતે ડ્રાઈવરોને સૂચના અને ઓછામાં ઓછા અકસ્માત થાય તેના પર ભાર મૂકવા કહ્યું છે. દરેક જંક્શન પર નડતર રૂપ વૃક્ષો પણ દુર કરવા સૂચના આપી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"