રતન ટાટાના સપનાની નેનો કાર બની જશે ભૂતકાળ

0
75
જૂન મહિનામાં થયુ માત્ર એક નેનો કારનુ પ્રોડ્ક્શન

દેશભરમાં ભારે હાઈપ વચ્ચે 2008માં કાર લોન્ચ થઈ હતી

દેશભરમાં જબરદસ્ત હાઈપ વચ્ચે લોન્ચ કરવામાં આવેલી ટાટાની નેનો કાર બહુ જલ્દી ભૂતકાળ બની જશે. રતન ટાટાએ આ કારને આમ આદમીના સ્વપ્ન તરીકે લોન્ચ કરી હતી. જોકે આ કાર આમ આદમીને પ્રભાવિત કરી શકી નથી. જૂન મહિનામાં તો માત્ર એક જ નેનો કારનુ પ્રોડક્શન થયુ છે. જોકે કંપનીનુ કહેવુ છે કે તેનુ પ્રોડક્શન બંધ કરવા પર હાલમાં કોઈ નિર્ણય લેવાયો નથી. ગયા મહિને માર્કેટમાં માત્ર 3 ટાટા નેનો વેચાઈ છે. ગયા વર્ષે જુન મહિનામાં માત્ર 275 નેનો કાર બનાવવામાં આવી હતી. કંપનીના પ્રવક્તાનુક હેવુ છેકે અમે જાણીએ છે કે હાલના સ્વરુપમાં તો નેનો 2019 બાદ ચાલુ રાખી શકાય તેમ નથી. જોકે આ અંગે હજી કોઈ નિર્ણય થયો નથી. પહેલી વખત જાન્યુઆરી 2008માં ટાટા નેનો કાર ઓટો એક્સપોમાં રજૂ કરાઈ હતી. તે વખતે એક લાખની કિંમતમાં કાર મળશે તેવો ભરપૂર પ્રચાર થયો હતો. કાર જ્યારે માર્ચ 2009માં માર્કેટમાં લોન્ચ થઈ ત્યારે સામાન્ય માણસના ઘર સુધી પહોંચતા તેની કિંમતમાં એક લાખ કરતા ઘણો વધારો થઈ ગયો હતો.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY