આતંકી અબ્દુલ સુભાનના કારણે ૪ કોન્સ્ટેબલને સજા ફટકારાઇ

0
109

અમદાવાદ,
તા.૨૪/૦૩/૨૦૧૮

અમદાવાદ સહિત દેશનાં અનેક રાજ્યમાં બોમ્બ બ્લાસ્ટ કરનાર અને ભારતના લાદેન તરીકે ઓળખાતા આતંકી અબ્દુલ સુભાન તૌકીરના ર૦ દિવસના રિમાન્ડ પૂરા થતાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મૂકી આવી છે. સુભાન તૌકીરને અન્ય આતંકવાદીઓથી દૂર મહિલા કેદીઓની બેરેકમાં રાખવામાં આવ્યો છે.

વધુ મહિલા જેલ બની હોવાના કારણે મહિલા કેદીઓની બેરેક ખાલી છે, જ્યાં ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ અને જેલ સિપાહી તેના પર ર૪ કલાક વોચ રાખશે. ર૬ જુલાઈ, ર૦૧૮ના રોજ અમદાવાદમાં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઇન્ડ અને ઇÂન્ડયન મુજાહિદ્દીનના સ્થાપક અબ્દુલ સુભાન તૌકીરની બે મહિના પહેલાં દિલ્હી સ્પેશિયલ સેલની ટીમે ધરપકડ કરી હતી.

તૌકીરને તેમની સાથે રાખવામાં આવે તો આવનારા દિવસોમાં તે ખતરારૂપ સાબિત થઇ શકે તેમ છે, માટે તેને મહિલા કેદીઓની બેરેકમાં રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બે મહિના પહેલાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં મહિલા જેલ બનતાં ૧ર૯ મહિલા કેદીઓને ત્યાં ખસેડવામાં આવી હતી, જેના કારણે મહિલા કેદીઓ માટેની બેરેક ખાલી થઇ હતી. તૌકીરને મહિલા બેરેકમાં રાખવામાં આવશે, જ્યાં તેની તમામ ગતિવિધિ પર નજર રાખવા માટે તેમજ તેની સુરક્ષા માટે ર૪ કલાક જેલ સિપાહી અને ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલ તહેનાત રહેશે.

આતંકી અબ્દુલ સુભાન તૌકીરના કારણે ક્રાઇમ બ્રાંચના ચાર કોન્સ્ટેબલ બાર-બાર કલાક જેલની સજા કાપવી પડશે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના એસીપી સી. એન. રાજપૂતે જણાવ્યું છે કે તૌકીરની સુરક્ષા અને તેના પર વોચ રાખવા માટે ક્રાઈમ બ્રાન્ચના કોન્સ્ટેબલ જેલમાં હાજર રહેશે. જેલને હાઇિ્‌સક્યોરિટી ગણાતી હોવાથી જેલમાં પોતાની ડ્યૂટી કરવા માટે આવનાર ક્રાઇમ બ્રાંચના ચાર કોનસ્ટેબલોએ તેમનો મોબાઇલ ફોન સ્વિચ ઓફ કરીને જમા કરાવી દેવો પડશે. આ સિવાય તેમને તૌકીરની બેરેક બહાર ઊભા રહીને તેના પર નજર રાખવી પડશે.

ખાલી જમવા માટે તે કોન્સ્ટેબલને બહાર જવું પડશે. જ્યાં સુધી તૌકીરને બીજી જેલમાં નહીં લઇ જવામાં આવે ત્યાં સુધી ક્રાઇમ બ્રાંચના કોન્સ્ટેબલને બાર-બાર કલાક સુધી સેન્ટ્રલ જેલમાં રહેવું પડેશે. ઉલ્લેખનીય છે કે વર્ષ ર૦૦૪માં થયેલા ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં સંડોવાયેલા ક્રાઇમ બ્રાંચના તત્કાલીન ડીસીપી ડી. જી. વણઝારા અને તત્કાલીન જેસીપી પી. પી.પાન્ડેયને ગૃહ વિભાગે સેન્ટ્રલ જેલમાં ઝેડ પ્લસ કક્ષાની સુરક્ષા આપવાનો આદેશ કર્યો હતો, જેમાં આઠ પીએસઆઇ, બે હેડ કોન્સ્ટેબલ સહિત ર૦ પોલીસ કર્મચારીઓ જેલમાં તેમની ર૪ કલાક સુરક્ષા કરતા હતા.

આભાર – નિહારિકા રવિયા

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY