આદિજાતિ સંસ્કૃતિના જતન-સંવર્ધન માટે ૧૦૦ કરોડનું મ્યૂઝિયમ રાજપીપળામાં બનાવશે

0
35

આદિવાસીઓના વિકાસ માટે સરકાર સંકલ્પબદ્ધઃ મુખ્યમંત્રી
સુરત,તા.૯
તાપી જિલ્લાના નિઝર ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઊજવણી અવસરે મુખ્યમંત્રી સહભાગી થયા હતા. આદિવાસી સમાજની વિશાળ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ આદિવાસી કૂળદેવી યાહા મોગી માતાનું પૂજન કરી, આદિવાસી સમાજના મસિહા બિરસા મુંડાને શ્રધ્ધાંજલિ અર્પી હતી. સાથે મુખ્યમંત્રીના હસ્તે રૂ .૪૬ લાખના વિવિધ લાભોનું વિતરણ સાથે રમતગમત, શિક્ષણ, વિદ્યાર્થીઓ, પશુપાલક સહિત વિવિધ પ્રતિભાશાળીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વિજયભાઇ રૂપાણીએ વિશ્વાસ વ્યકત કર્યો કે આદિવાસી સંસ્કૃતિની વિરાસતના જતન માટે રાજપીપળા ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે અલગ મ્યુઝિયમ બનાવવાના નિર્ણય સાથે ૪૦ એકર વિસ્તારમાં બિરસા મૂંડા આદિવાસી યુનિવસિર્ટીના નિર્માણ સાથે આદિવાસી સંસ્કૃતિનું જનત થશે.
ગુજરાતની ગૌરવવંતી આદિવાસી સંસ્કૃતિની પરંપરાને જીવંત રાખવા રાજય સરકાર કટિબદ્વ છે. આદિવાસીઓનો ભવ્ય અને ગૌરવવંતો ઇતિહાસ છે. ગુજરાતમાં આદિવાસીઓ પ્રત્યે સંવેદના છે. તેમનામાં આઝાદી પહેલાંથી જ રાષ્ટ્રભકિત પડેલી છે. અંગ્રેજો અને મોગલો સામે આઝાદી માટે શહીદી વ્હોરી છે. એવા આદિવાસી સમાજના સમરસ વિકાસ માટે રાજય સરકાર સંકલ્પબદ્વ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
અગાઉની સરકારોએ કયારેય આ વીર સપૂતોને યાદ કર્યા નથી. આ સરકારે અનોખી પરંપરાનો પ્રારંભ કરીને આદિવાસી સંસ્કૃતિની વિરાસતને ઊજાગર કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે તેમ રૂપાણીએ ઉમેર્યું હતું. રાજયના આદિવાસી વિસ્તારોમાં વિકાસની પરંપરાને આગળ વધારી છે. ૧૯૬ જંગલના ગામોને રેવન્યુ ગામો જાહેર કર્યા છે. હવે ગુજરાતનો આદિવાસી વૈશ્વિક પડકારો ઝીલીને વૈશ્વિક ફલક પર અગ્રેસર બની, રાજય-રાષ્ટ્રમાં ભાગીદાર બનશે તેવી તેમ મુખ્યમંત્રીએ વ્યકત કરી હતી.
આદિવાસી ક્ષેત્રમાં થયેલા વિકાસની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ, આરોગ્ય સહિત માળખાકીય સવલતો છેવાડાના માનવીને આપી છે. ૨૦૦૨માં સાત એકલવ્ય મોડેલ સ્કુલ હતી, જે આજે ૯૧ છે. ૨૦૦૧ના વર્ષમાં આદિવાસી ક્ષેત્રમાં ૪૭ ટકા શિક્ષણ હતું, જે વધીને ૨૦૧૧માં ૬૨ ટકા થયું છે. આ સરકાર ગરીબો, પીડિતો, આદિવાસીઓના હિતની સંવેદનશીલ સરકાર
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત અખબાર 
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY