સુપ્રીમ કોર્ટે અયોધ્યા વિવાદ પર સુનાવણી જાન્યુઆરી મહિના સુધી ટાળી દીધી છે પરંતુ કોર્ટના આ વલણના કારણે મામલો ઠંડો પડવાના બદલે વધારે ગરમ બની ગયો છે.
રાજકીય અને ધાર્મિક નેતાઓના એક જુથે વહેલી તકે સુનાવણી અને આ મામલાનો નિકાલ લાવવા માટે સરકાર પર દબાણ વધારી દીધુ છે. હવે ચારેબાજુ વટહુકમની ચર્ચા જાવા મળી રહી છે. કેટલાક સંત સમુદાય અને હિન્દુ સમુદાયના લોકો મંદિર નિર્માણને લઇને આક્રમક વલણ અપનાવી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટે જે રીતે સુનાવણી ટાળી દીધી છે તેના કારણે લોકોમાં નકારાત્મક સંદેશ ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી સત્તારૂઢ પક્ષો અને તેના સાથી પક્ષો મંદિર નિર્માણને લઇને સતત વાત કરતા રહ્યા છે. આ મામલે વહેલી તકે સુનાવણીને લઇને કોર્ટમાં અપીલ પણ કરવામાં આવી ચુકી છે. સંતોના એક મોટા વર્ગ અને રામ મંદિર આંદોલનની સાથે જાડાયેલા મહંતો દ્વારા છટ્ઠી ડિસેમ્બરથી અયોધ્યામાં મંદિર નિર્માણની જાહેરાત કરી દીધી છે.
સંત સમાજનુ કહેવુ છે કે કોઇ કઇ પણ કહે તેઓ આ તારીખથી હવે મંદિર નિર્માણનુ કામ શરૂ કરી દેશે. આ મામલે આ પ્રકારની પ્રતિક્રિયા કોઇ નવી બાબત નથી. વર્ષ ૧૯૯૦થી આ સિલસિલો સતત ચાલી રહ્યો છે. ચૂંટણીના સમય મામલો ગરમ થઇ જાય છે. ત્યારબાદ તેનો ભરપુર ઉપયોગ કરીને તેને ગરમી આપી દેવામાં આવે છે. ઉપયોગ કરવામાં આવ્યા બાદ તેને ફરી મુકી દેવામાં આવે છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના વડા મોહન ભાગવત દ્વારા જ્યારે વિજય દશમીના પ્રસંગે આ મુદ્દે વાત કરવામાં આવી ત્યારે ફરી ચર્ચા છેડાઇ ગઇ છે. આ વખતે ભાગવતે જે વાત કરી છે તેમાં ખતરનાક સંકેત છુપાયેલા છે. ભાગવતે કહ્યુ છે કે સરકાર મંદિર બનાવવા માટે કાનુન લઇને આવે. તેમની આ વાતને કેટલાક અન્ય મંચથી પણ રજૂ કરવામાં આવી રહી છે. જનતામાં એવી ભાવના ઉભી કરવામાં આવી રહી છે કે આ મુદ્દાને કોર્ટ મામલામાં ફસાયેલો રાખી શકાય નહી.
સરકાર વટહુકમ લાવીને મંદિર નિર્માણ શરૂ કરાવી શકે છે. આ બાબતને એ રીતે રજૂ કરવામાં આવી રહી છે જે રીતે આ વિવાદનો ઉકેલ શોધી કાઢવામાં આવ્યો છે. કેટલાક સંગઠનો આને જારદાર રીતે રજૂ કરી રહ્યા છે. વાસ્તવિકતા એ છે કે અયોધ્યા મામલો બે પક્ષોની વચ્ચે ભૂમિ વિવાદ છે. કેન્દ્ર સરકાર આમાં દરમિયાનગીરી કરી શકે તેમ નથી. પ્રાઇવેટ પ્રોપર્ટી સાથે જાડાયેલી જમીન અને વિવાદ પર વટહુકમ લાવી શકાય તેમ નથી. કોઇની ખાનગી કેન્દ્ર અને રાજ્યની હોઇ શકે નહીં. આવુ એ જ વખતે કરી શકાય છે જ્યારે સરકાર જમીન અધિગ્રહણ કરવા માંગે છે. આ મામલે અધિગ્રહણનો કોઇ અર્થ નથી. સામાન્ય રીતે ન્યાયપાલિકામાં પેન્ડિંગ રહેલા મામલામાં વટહુકમ લાવવા માટેની બાબત યોગ્ય નથી. ચર્ચાસ્પદ શાહબાનો કેસમાં સરકાર વટહુકમ લઇને આવી હતી. જેના ખરાબ પરિણામ આવ્યા હતા.
અયોધ્યામાં રામ જન્મભૂમિ બાબરી મસ્જદ ખાતે ૨.૭૭ એકર જમીન ઉપર માલિકીને લઇને હિન્દુ અને મુસ્લમ સમુદાયના લોકો વચ્ચે સદીઓથી વિવાદ જારી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો જેની સામે સતત અરજીઓ કરવામાં આવી હતી. અલ્હાબાદ હાઈકોર્ટે વર્ષ ૨૦૧૦માં ઐતિહાસિક ચુકાદો આપતા વિવાદાસ્પદ જમીનને ત્રણ ભાગોમાં વિભાજિત કરી હતી જેમાં રામલલ્લા, સુન્ની વક્ફ બોર્ડ અને નિરમોહી અખાડા વચ્ચે જમીન વિભાજિત કરી હતી. સુપ્રીમ કોર્ટે ૨૭મી સપ્ટેમ્બરના દિવસે પાંચ સભ્યોની બેંચના મસ્જદમાં નમાઝ ઇસ્લામ માટે ફરજિયાત નહીં ગણાવવાના અગાઉના ચુકાદાને યોગ્ય ઠેરવીને આને મોટી બેંચને સોંપવાનો ઇન્કાર કરી દીધો હતો. મસ્જદમાં નમાઝને લઇને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે અયોધ્યા જમીન વિવાદ કેસને પાંચ જજની બેંચને સોંપવાનો સાફ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપતી વેળા કેટલાક તારણો પણ રજૂ કર્યા હતા. તત્કાલિન ચીફ જસ્ટસ દિપક મિશ્રા અને જસ્ટસ અશોક ભુષણે ૨-૧ની બહુમતિથી આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતી વેળા કેટલીક રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને મોટી બેંચને મોકલી દેવાની માંગ ફગાવી દેવામાં આવી હતી. રામમંદિર માટે થનાર આંદોલન દરમિયાન છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે અયોધ્યામાં બાબરી મસ્જદને તોડી પાડવામાં આવી હતી. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે અન્ય કેસ ચાલ્યા હતા. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, ત્રણ પક્ષો વચ્ચે જે જાગવાઈ છે તે મુજબ વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો રહેશે જ્યાં હાલમાં રામલલ્લાની મૂર્તિ છે. નિરમોહી અખાડાને બીજા હિસ્સો આપવામાં આવ્યો હતો જેમાં સીતા રસોઈ અને રામ સંકુલ છે. બાકી એક તૃતિયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવ્યો હતો. આ તમામ મામલામાં હોબાળો થયો હતો. આ ચુકાદાને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નવમી મે ૨૦૧૧ના દિવસે સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના ચુકાદા પર પ્રતિબંધ મુકીને સ્થતિને યથાવત રાખવાનો આદેશ કર્યો હતો.૨૯મી ઓક્ટોબરના દિવસે વર્ષો જુના અયોધ્યા વિવાદ કેસના મામલામાં સુનાવણી સુપ્રીમ કોર્ટેે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી ટાળી દીધી હતી. હવે જાન્યુઆરી ૨૦૧૯માં આ બાબતને લઇને નિર્ણય કરવામાં આવશે કે કઇ બેંચની સામે આ મામલાની સુનાવણી કરવામાં આવે અને કઇ તારીખે સુનાવણી કરવામાં આવે.અયોધ્યા મામલાને બંધારણીય બેંચની પાસે મોકલવાનો સુપ્રીમ કોર્ટે ઇન્કાર કરતા સુનાવણીને લઇને તમામની નજર આના ઉપર કેન્દ્રિત હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






