સીએમ રૂપાણીની ‘વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯’ સંદર્ભે ઉદ્યોગજગતના આગેવાનો સાથે બેઠક

0
27

ગાંધીનગર,તા.૨૬
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વાયબ્રન્ટ સમિટ ૨૦૧૯ના ભાગ રૂપે મુંબઈમાં અગ્રણી ઉદ્યોગ ગૃહો સાથે રાજ્ય માં વિવિધ ક્ષેત્રે મૂડી રોકાણો મેળવવવા બેઠકોનો દૌર શરૂ કર્યો.
વિજયભાઈ દિવસ દરમ્યાન ૧૫ જેટલા પ્રતિષ્ઠિત ઉદ્યોગ જૂથોના વરિષ્ઠ સંચાલકોને વન ટુ વન બેઠકમાં મળવાના છે. મુખ્યમંત્રીને વન ટુ વન બેઠકના પ્રથમ તબક્કામાં ટાટા સન્સ લિમિટેડ, આર પી જી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડ, હીરાનંદાની ગ્રુપના સંચાલકોએ મળીને ગુજરાતમાં તેમના પ્રોજેક્ટના ભાવિ રોકાણો માટે ફળદાયી પરામર્શ કર્યો હતો.
મુખ્યમંત્રીએ તેમને આગામી વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા નિમંત્રણ આપવા સાથે આ રોકાણોને વાસ્તવિક સ્વરૂપ આપવા અનુરોધ કર્યો હતો. વિજય ભાઈ એ ગુજરાત આંતરમાળખાકીય સુવિધાઓમાં દેશનું અગ્રણી રાજ્ય છે તેનો વ્યાપક લાભ લેવા પણ આ ઉદ્યોગકારોને સૂચવ્યું હતું. તેમણે ડિફેન્સ સેક્ટર અને એરો સ્પેસ સેક્ટરમાં પણ ગુજરાતમાં રોકાણની તકોની સંભાવનાઓ અંગે પણ વાતચીત કરી હતી.
ગિફ્ટ સિટી હવે ગ્લોબલ ફાયનાન્સિયલ હબ બન્યું છે ત્યારે આ સંચાલકો પોતાના રોકાણ અને કારોબાર ત્યાં શરૂ કરે તે માટે પણ વિજય ભાઈએ ચર્ચા વિમર્શ કર્યો હતો. સન ફાર્માના શ્રી દિલીપ સંઘવીએ પણ મુખ્યમંત્રી સાથેની બેઠકમાં ફાર્મા સ્યુટિકલ ઉદ્યોગમાં રિન્યુએબલ એનર્જીના ઉપયોગ અંગે વિશદ પરામર્શ કર્યો હતો. તેમણે રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સન ફાર્મા રોકાણ કરવા ઉત્સુક છે તેની પણ ચર્ચા મુખ્યમંત્રી સાથે કરી હતી.
આ બેઠકમાં ગુજરાતના વિકાસને આગળ કરીને ગુજરાત આંતરમાળખાકીય સુવિધાઓમાં દેશનું અગ્રણી રાજ્ય છે તેનો વ્યાપક લાભ લેવા પણ આ ઉદ્યોગકારોને સૂચવ્યું હતું તેમણે ડિફેન્સ સેક્ટર અને એરો સ્પેસ સેક્ટરમાં પણ ગુજરાતમાં રોકાણની તકોની સંભાવનાઓ અંગે પણ વાતચીત કરી હતી.
ગિફ્ટ સિટી હવે ગ્લોબલ ફાયનાન્સિયલ હબ બન્યું છે ત્યારે આ સઁચાલકો પોતાના રોકાણ અને કારોબાર ત્યાં શરૂ કરે તે માટે પણ સીએમે ચર્ચાવિમર્શ કર્યો હતો. આ સાથે સન ફાર્માના દિલીપ સંઘવીએ પણ મુખ્યપ્રધાન સાથેની બેઠકમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં રીંન્યુએબલ એનર્જી ના ઉપયોગ અંગે વિશદ પરામર્શ કર્યો હતો.
તેમણે રીંન્યુએબલ એનર્જી ક્ષેત્રે સન ફાર્મા રોકાણ કરવા ઉત્સુક છે તેની પણ ચર્ચા સીએમ રુપાણી સાથે કરી હતી. મુખ્યપ્રધાને યુનાઈટેડ ફોસ્ફરસના ચેરમેન આર ડી શ્રોફ સાથે પણ વન ટુ વન બેઠક કરી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY