સુરેન્દ્રનગર,તા.૨૬
સુરેન્દ્રનગર શહેરમાં વિશ્વ માલધારી દિવસ નિમિત્તે માલધારી વિકાસ સંગઠન દ્રારા એક રેલીનું આયોજન કરવામા આવ્યુ હતુ. આ રેલીમાં મોટી સંખ્યામા માલધારી સમાજના જિલ્લા ભરમાથી લોકો જાડાયા હતા. માર્કેટિંગ યાર્ડથી કલેકટર કચેરી સુધી ભવ્ય બાઇક રેલી યોજવામા આવી હતી. વિવિધ ૭ માંગણીઓ સાથે કલેકટરને આવેદન આપવામા આવ્યુ હતુ. માલધારીઓએ ચિમકી આપી હતી કે, જા તેમની માંગોને ત્રણ દિવસમાં પૂરી કરવામા આવશે નહી તો જિલ્લાભરના માલધારીઓ પોતાના પશુઓને લઈને ક્લેકટર કચેરીએ પહોંચશે.
સુરેન્દ્રનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ૨૬ નવેમ્બર વિશ્વ માલધારી દિવસે માલધારીઓ એકઠા થયા હતા. આ સંગઠન ગુજરાતના ૧૮ જિલ્લાના ૮૦ તાલુકામા કાર્યરત છે. જેમા તાલુકા જિલ્લા અને રાજય લેવલની કારોબારી સહિત ૫૫૦૦૦ હજાર સભ્યો જાડાયેલા છે. આજે આ રેલીમા ૩૦૦થી વધુ માલધારીઓ જાડાયા હતા.
જિલ્લામાં ઓછા વરસાદથી માલધારી અને ઢોરની હાલત દયનીય બની છે. અનેક માલધારીઓ હિજરત કરવાની નોબત આવી છે. તેવામાં માલધારીઓએ ઝડપી તેમની માંગણીઓને સંતોષવાની માંગ કરી છે.
દૂષ્કાર રાહત કામગીરી ૩ દિવસમાં શરૂ કરવામાં આવે. ૫ નહી દરેક પશુ દીઠ ઘાસનું વિતરણ કરવામાં આવે. ઘાસચારા કેમ્પ શરૂ કરવામાં આવે અને પશુ દીઠ ૧૦ કિલો ઘાસનું વિતરણ કરવામાં આવે
૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નથી, તેથી માપણી કરવામા આવે અને તેમાં ઘટ હોય તો તેને પૂરી કરવામા આવે. ગ્રામ્ય લેવલે વાડા રજિસ્ટર બનાવવામા આવે અને માલધારીના વાડા ખાતે કરવામાં આવે. માલધારીઓને ખેડૂત વ્યાખ્યામાં ગણવામાં આવે અને ખેડૂત ખાતેદાર બનાવવામાં આવે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






