ગૌતમ ગોયાણીની હત્યા કરનાર મોસ્ટ વોન્ટેડ આરોપી ગારીયાધારથી ઝડપાયો

0
12

ભાવનગર,તા.૨૦
સુરત શહેરના બહુ ચર્ચિત ગૌતમ ઉર્ફે ગોલ્ડન ગોયાણીના હત્યા કેસમાં મોસ્ટવોન્ટેડ નાસતો ફરતો આરોપી ગારીયાધાર પોલીસના હાથે ઝડપાયો.
આ બનાવ અંગેની વિગત એવી છે કે સુરતમાં થોડા સમય પૂર્વે બહુ ચર્ચિત એવા ગૌતમ ઉર્ફે ગોલ્ડન ગોયાણીની સરાજાહેર હત્યા થઇ હતી. જેમાં એક આરોપી છેલ્લા લાંબા સમયથી નાસતો ફરતો હતો. પોલીસ તેની શોધખોળમાં હતી તેવામાં ભાવનગર જિલ્લાના ગારીયાધાર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સ્ટાફને બાતમી મળતા આરોપી જયદિપ મનુભાઇ ભાલાળા ગારીયાધાર તાલુકાનાં ડમરાળા મુકામેથી પકડી પાડ્યો હતો અને સુરત પોલીસને જાણ કરી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY