બે કોચની મસ્તીમાં બાળકને આંખ પર બેટ વાગતાં ગંભીર ઈજા

0
50

પિતાએ બે કોચ વિરુદ્ધ બેદરકારીની ફરિયાદ નોંધાવી
અમદાવાદ,તા.૩૧
બોપલ વિસ્તારમાં આવેલી એક્સેલ સ્પોટ્‌ર્સ એકેડેમીમાં બે કોચની મસ્તી દરમ્યાન કોચિંગ માટે આવેલા દસ વર્ષના બાળકને આંખની નીચેના ભાગે બેટ વાગી જતાં ગંભીર ઈજા થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. બાળકની દ્રષ્ટિ પણ ધૂંધળી બની છે.
બેટ વાગવાને કારણે આંખની નીચેના ભાગનું હાડકું પણ તૂટી ગયું છે. ઇજાગ્રસ્ત બાળકને તાત્કાલીક સારવાર નહીં કરાવીને બેદરકારી દાખવતાં બાળકના પિતાએ બોપલ પોલીસ સ્ટેશનમાં બે કોચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે, ઘુમા ગામના નજીક આવેલા લાલગેબી આશ્રમ પાસે ઇસ્કોન ગ્રીનમાં અમિતભાઇ બાંગા તેમની પત્ની અને દસ વર્ષીય પુત્ર ક્રિશ સાથે રહે છે. સીટીએમ વિસ્તારમાં દેવરાજ એન્જિનિયરિંગ નામની કંપની ધરાવે છે. ક્રિશ સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી એક્સેલ સ્પોર્ટ એકેડેમીમાં દોઢ મહિનાથી ક્રિકેટ કોચિંગ માટે જતો હતો.
ગત તા.૧ ઓગસ્ટના રોજ ક્રિશ સ્પોર્ટ એકેડેમીમાં કોચિંગ માટે ગયો હતો. સાંજના સમયે કોચિંગ કલાસમાંથી કોઇ વ્યક્તિએ ફોન કરી અમિતભાઇને જાણ કરી હતી કે તમારા પુત્ર ક્રિશને ક્રિકેટ રમતો હતો ત્યારે આંખની નીચેના ભાગે ઇજા થઇ છે.
(જી.એન.એસ)

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY