૧૪મી સદીની ખિડકી મસ્જિદમાંથી ૨૫૪ પ્રાચીન સિક્કા મળી આવ્યા

0
34

ન્યુ દિલ્હી,તા.૧૨
દક્ષિણ દિલ્હીમાં આવેલી ૧૪મી સદીની ખિડકી મસ્જિદમાંથી સંરક્ષણના કામ દરમિયાન મધ્યકાલીન ભારતના ૨૫૪ પ્રાચીન સિક્કાઓ મળી આવ્યા હતા. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે હાલમાં સમગ્ર મસ્જિદને પોતાના હવાલે લીધી છે.
જાણકારી મુજબ આ સિક્કા સૂરી સામ્રાજ્ય સમયના છે જે ૧૬મી સદી કે તેની પહેલાંના સમયમાં ચલણમાં હશે. સુત્રો અનુસાર આ સિક્કાઓ માટીના એક ઘડામાં મસ્જિદમાં જવા માટે ઉપયોગમાં લેવાતી સીડીઓની પાસેથી મળી આવ્યા હતા. હાલમાં મસ્જિદને એએસઆઇના ઘેરાબંધી હેઠળ રાખવામાં આવી છે અને જ્યાં સુધી શોધખોળ સંપૂર્ણ નહીં થાય ત્યાં સુધી મસ્જિદને એએસઆઇની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.
એએસઆઇના એક અધિકારીએ આ અંગેની માહિતી આપી હતી કે સિક્કાઓની બન્ને બાજુ અભિલેખ છે જે સંભવિત અરબી કે પારસી ભાષામાં છે. પુરાતત્વ વિભાગ મુજબ પ્રાચીન કાળમાં સિક્કાઓ અલગ અલગ આકાર અને વજન ધરાવતા હતા. આ સિક્કાઓ પણ એ જ પ્રકારનું સ્વરૂપ ધરાવે છે. આ પ્રાચીન સિક્કાઓનું મુલ્ચાંકન કરાયું નથી.
પુરાતત્વ વિભાગની એક ખાસ ટીમ આ સિક્કાઓના લખાણોને સમજવા માટે અને તેમનો સંપૂર્ણ ઇતિહાસ જાણવા માટે પ્રયાસો કરી રહી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY