ભરૂચ કલેક્ટર કચેરી ખાતે મહિલાઓના ઉત્થાન માટે પેનલ ડીસ્કશનનું આયોજન કરાયું.

0
99

ભરૂચ:

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહિલાઓના વિકાસ તેમજ તેઓના કાર્યક્ષેત્રમાં માહોલ કેટલો અનુકુળ છે અને તેમાં શું શું સુધારા કરવા જોઇએ તે અંગેની ચર્ચા વિચારણા માટે પેનલ ડીસ્કતશનનું આયોજન કરવામાં આવ્યું- હતું. જિલ્લા માંથી વિવિધ ક્ષેત્રમાંથી મહિલાઓને બોલાવી તેઓને પડતી મુશ્કેલીઓ -પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લો ઔદ્યોગિક જિલ્લા તરીકે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે ત્યારે ખાસ કરીને ઉદ્યોગોમાં મહિલાઓ નું સ્થાન ક્યાં છે અને તેઓને કઇ પ્રકારની મુશ્કેરલીઓનો સામનો કરવો પડે છે તે અંગેની ચર્ચા વિચારણા માટે જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેના અધ્યક્ષસ્થાનને પેનલ ડીસ્કશન કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ શુભકામનાઓ પાઠવી. આ કાર્યક્રમ યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પેનલ ડીસ્કશનમાં ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝના પ્રશાંત પાર્લેકર, ટોરેન્ટ ફાર્માના નિરજ ભટ્ટ, લ્યુપીન ઇન્ડાસ્ટ્રીઝના ડી.જી.વર્ગીસ, સમાજસેવી સંસ્થા સાથે સંકળાવેલ રીઝવાનાર જમીનદાર, સ્ટેઇમ ડયુટીના નાયબ કલેક્ટેર યાસ્મીન શેખ તથા આર એન્‍ડ બી. વિભાગના અધિકારી મયુરી તાપીકર જોડાયા હતા. પેનલ ડીસ્કશન કાર્યક્રમમાં મહિલાઓને તેઓના કાર્ય સ્થળે કઇ પ્રકારની મુશ્કેલીઓ પડે છે, ઉદ્યોગોમાં મહિલાઓને ટેકનિકલ ટ્રેનીંગ આપવા કેવા પ્રયાસો કરાય છે, મહિલાઓની સુરક્ષા માટે કેવા પગલાં લેવામાં આવે છે, મહિલાઓ પુરૂષ સમોવડી બની શકે તે માટે સરકારની કઇ કઇ યોજનાઓ છે અને તેનો ફાયદો મહત્તમ મહિલાઓને કેવી રીતે મળી શકે તે અંગે મુક્ત મને ચર્ચા કરવામાં આવી હતી.

મહિલાઓએ પુરુષ સમોવડી થવા માટે પોતાના વિચારોને બદલવા પડશે અને સમાજમાં પરિવારની સાથે રહીને પોતાના કામકાજને કેવી રીતે ન્યાય આપી શકે તે અંગે ઉંડાણપૂર્વક વિચારવું પડશે તેવો એક સૂર સૌએ વ્યાક્ત કર્યો હતો. જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રેએ રાજ્યી સરકાર મહિલાઓના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. ભરૂચ જિલ્લાના વિકાસમાં મહિલા સહભાગી બને તે જરૂરી છે તેમ જણાવી જેમ સુરતમાં મહિલાઓ ધ્વારા પીંક ઓટોરીક્ષા ચાલે છે તેવી જ સેવા આગામી ત્રણ મહિનામાં ભરૂચમાં પણ કાર્યરત થશે અને મહિલાઓના વિકાસ માટે આવા સેમિનારો સતત સમયાંતરે યોજાતા રહે તે માટે કટિબધ્ધતા વ્યાક્ત કરી હતી. આ સેમિનારમાં જિલ્લાના આગેવાન મહિલાઓ, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા મહિલા સદસ્યોં, મહિલા કર્મચારીઓ ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY