ભરૂચની શ્રમ આયુકત કચેરીમાં ઓફિસરોની ઉણપ: ચાર લેબર ઓફીસરને બદલે ફક્ત એક જ

0
59

ભરૂચ:

ભરૂચની શ્રમ આયુક્ત કચેરીમાં સરકાર દ્વારા જે મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે જેમાં ચાર લેબર ઓફીસરને બદલે ફક્ત એકજ લેબર ઓફીસરથી કામ ચલાવાઈ રહ્યું છે. જેના કારણે જે તે લેબર ઓફીસર પર ભારણ વધતાં તેઓની કામગીરી પર પણ અસર પડી રહી છે. અહીં નોંધવું રહ્યુંકે ભરૂચની શ્રમ આયુક્ત કચેરીમાં નર્મદા જીલ્લાનો પણ સમાવેશ થાય છે. આમ, બે જીલ્લાઓ વચ્ચે એક જ લેબર ઓફીસર કઈ રીતે કામગીરી કરી શકે તે વિચાર માંગી લે તેવું છે. જેથી કરીને ફરીયાદીઓને ફરીયાદના નિકાલ માટે વધુ સમય રાહ જોવી પડી રહી છે. એક તરફ ભરૂચ જીલ્લો વિકાસની હરણફાળ ભરી રહ્યો છે અને ઉદ્યોગોની સંખ્યા સાથે સાથે શ્રમયોગીઓની પણ સંખ્યા વધતા તેઓની ફરીયાદમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે શ્રમયોગીઓને ન્યાય મેળવવા ઘણો વિલંબ થી રહ્યો છે. જોકે નવા એક લેબર ઓફીસર આવતા જુના રીટાયર્ડ થઈ રહ્યા છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY