સંસદીય તપાસમાં ખુલાસો થયો
કોલંબો,તા.૨૩
એક શરૂઆતી તપાસમાં સામે આવ્યું છે કે શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ બામ્બ ધડાકા ન્યૂઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચમાં થયેલા હુમલાનો જવાબ હતા. શ્રીલંકાનાં રક્ષા રાજ્ય મંત્રીએ મંગળવારનાં આ નિવેદન આપ્યું છે. રક્ષામંત્રી રૂવાન વિજેવર્દેનેએ સંસદમાં જણાવ્યું કે, “સંસદીય તપાસમાં એ ખુલાસો થયો છે કે જે પણ (શ્રેણીબદ્ધ બામ્બ વિસ્ફોટ) ગયા રવિવારનાં શ્રીલંકામાં થયું તે ક્રાઇસ્ટચર્ચમાં મુસ્લિમો પર થયેલા હુમલાનો બદલો હતો.”
ઉલ્લેખનીય છે કે ૧૫ માર્ચનાં ન્યૂઝીલેન્ડનાં ક્રાઇસ્ટચર્ચમાં ૨ મસ્જિદોમાં થયેલા ગોળીબારમાં ૫૦ લોકોનાં મોત થયા હતા. આ હુમલાની જવાબદારી કટ્ટરવાદી દક્ષિણપંથી સંગઠને લીધી હતી. શોકમાં ડૂબેલા શ્રીલંકામાં વિસ્ફોટમાં મરેલા લોકોનો સામૂહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. હુમલામાં ૩૧૦ લોકો મર્યા હતા. કોલંબોની ઉત્તરમાં આવેલા નેગોંબોનાં સેંટ સેબેસ્ટિયન ચર્ચમાં સામૂહિક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો. આ પહેલા સવારા સાડા આઠ વાગ્યે મરેલા લોકોની આત્માની શાંતિ માટે એક મિનિટનું મૌન રાખવામાં આવ્યું.
મરેલા અને ઘાયલ થયેલા ૫૦૦ લોકોનાં સમ્માનમાં ઝંડાનાં અડધો નમાવવામાં આવ્યો હતો. લોકોએ માથુ ઝુકાવીને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. સરકારનાં પ્રવક્તાએ કહ્યું કે અત્યાર સુધી ૪૦ શંકાસ્પદોને ઝડપી લેવામાં આવ્યા છે. કોઈપણ સમૂહે આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ સરકારે નરસંહાર માટે સ્થાનિક ઇસ્લામી સંગઠનને જવાબદાર માની રહી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેણે મૃતકોમાંથી ૩૧ વિદેશી નાગરિકોની ઓળખ કરી જેમાં ૧૦ ભારતીય સામેલ છે, જ્યારે ૧૪ અન્ય વિશે કાઈ જાણકારી મળી નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



