પાકિસ્તાન લઘુમતિ સમુદાય પર અત્યાચાર અટકાવે નહિ તો સબસિડી અટકાવી દેવાશે

0
25

લંડન,તા.૨
બાલાકોટમાં એર સ્ટ્રાઈક ત્યાર બાદ હજી ગઈ કાલે જ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની કળ હજી પાકિસ્તાનને વળી નથી ત્યાં તેને વધુ એક ફટકો પડ્યો છે. હવે યુરોપિયન યુનિયન (EU)એ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ચેતવણી આપી છે.
યુરોપિયન યુનિયન ઇમરાન ખાનને ચેતવણી આપી છે કે, જા પાકિસ્તાનમાં લઘુમતિ સમુદાય પર થતા અત્યાચાર નહીં અટકે તો તેને મળતી સબસિડી અટકાવી દેવાશે. યુરોપિયન યુનિયન સંસદના ૫૧ સભ્યોએ પત્ર લખીને ઇમરાનને કહ્યું કે, પાકિસ્તાન સરકાર તત્કાળ પ્રભાવથી પોતાની પક્ષપાતપૂર્ણ વ્યવસ્થા બદલે. જા આમ નહી થાય તો વ્યાપારને લઈને પાકિસ્તાનને મળતી પ્રાથમિકતા પણ સમાપ્ત કરી દેવામાં આવશે.
સાંસદોએ પત્રમાં કહ્યું કે, ધાર્મિક ચરમપંથી સંગઠન પાકિસ્તાન સરકારના ઓથાર હેઠળ કામ કરી રહ્યા છે. આ સંગઠનોનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આ સંગઠનો સાથે જાડાયેલા લોકો ઘણીવાર લઘુમતિ સમુદાયના પૂજા સ્થળ, મકાનો અને કામ કરવાના સ્થળોને નિશાન બનાવી રહ્યા છે. દર વર્ષે આ પ્રકારની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે.
સાસંદોએ પાકિસ્તાન સરકારની ચેતવતા કહ્યું છે કે, લઘુમતિ પર હુમલાની ઘટનાઓ ેંદ્ગના યુનિવર્સલ ડિક્લેરેશન ઓફ હ્યૂમન રાઇટ્‌સ (યુડીએચઆર) સમજૂતીનું ઉલ્લંઘન છે. આ મુસદ્દા હેઠળ યુએનએ લઘુમતિઓની સુરક્ષાના હિતોની રક્ષાની જાગવાઇ કરી છે.
સાંસદોએ પાકિસ્તાનની વર્તમાન સરકારની સાથોસાથ પૂર્વની સરકાર પર પણ નિશાન સાધ્યું છે. તેઓનું કહેવું છે કે, કટ્ટર ઇસ્લામી સંગઠનોએ સત્તા પક્ષની શરણમાં જ લઘુમતિઓને નિશાન બનાવ્યા છે. ખ્રિસ્તી સમુદાયની મહિલા આશિયા બીબીના મામલાનો ઉલ્લેખ કરતા યુરોપિયન યુનિયને કહ્યું કે, પાકિસ્તાન સરકારના કટ્ટર ધાર્મિક કાયદાઓના કારણે બિન મુÂસ્લમો વિરૂદ્ધ હિંસાની ઘટનાઓ વધી રહી છે.
મૂવમેન્ટ ફોર સોલિડરિટી એન્ડ પીસના પાકિસ્તાન અંગેનાઅહેવાલનો હવાલો આપતા સાંસદોએ લખ્યું કે, લઘુમતિ જૂથ સાથે જોડાયેલી ૧ હજારથી વધુ યુવતીઓનું દર વર્ષે અપહરણ કરવામાં આવે છે. એટલું જ નહીં તેમના બળજબરીથી મુસ્લિમ યુવકો સાથે લગ્ન કરાવવામાં આવે છે. તેમાં ખ્રિસ્તી અને હિન્દુ યુવતીઓની સંખ્યા સૌથી વધુ છે હોવાનું અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY