લસિથ મલિંગા આતંરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેશે

0
7

કોલંબો,તા.૨૩
શ્રીલંકાના સ્ટાર બોલર લસિથ મલિંગાએ ખુલાસો કર્યો છે કે તે આગામી ટી૨૦ વિશ્વકપ બાદ ઇન્ટરનેશનલ ક્રિકેટને અલવિદા કહી દેશે. મલિંગાએ કહ્યું કે તે ઈંગ્લેન્ડમાં રમાનાર વિશ્વકપ બાદ વનડે ફોર્મેટમાંથી સન્યાસ લેશે અને ઓક્ટબર-નવેમ્બર ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયામાં યોજાનાર ટી૨૦ વિશ્વકપ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કરી દેશે.
૩૫ વર્ષીય ફાસ્ટ બોલર મલિંગાએ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી ટી૨૦માં ૧૬ રનથી હારનો સામનો કર્યા બાદ કહ્યું, ‘વર્લ્ડકપ બાદ મારું ક્રિકેટ કેરિયર સમાપ્ત થઈ જશે. હું ટી૨૦ વર્લ્ડકપ રમવા માંગું છું. તેના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી મારું કેરિયર પૂર્ણ થઇ જશે.’
મલિંગાએ સુપરસ્પોર્ટ પાર્ક પર રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકાના ઓપનર રીઝા હેંડ્રિક્સને આઉટ કરી પોતાની ૯૭મી ટી૨૦ આતંરરાષ્ટ્રીય વિકેટ લીધી હતી. તે પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીની ૯૮ વિકેટનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માટે ખૂબજ નજીક છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY