સીરિયામાં આઇએસના ક્ષેત્રવાળા તમામ વિસ્તારોને મુક્ત કરાવ્યાં : ટ્રમ્પ

0
5

સીરિયા,તા.૨૩
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે જાહેરાત કરી કે સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના અધિકાર ક્ષેત્રવાળા તમામ વિસ્તારોને મુક્ત કરાવી દીધા છે. જો કે, અધિકારીઓએ જણાવ્યું કે, ગઠબંધન સેના અને સંગઠનના ફાઇટર્સની વચ્ચે જમીન સ્તરે નાની-મોટી લડાઇ ચાલુ છે. સીરિયાના બાઘોજમાં ISના અંતિમ ગઢ નષ્ટ થવાથી ઇસ્લામિક સ્ટેટ સંગઠનના સ્વઘોષિત ખલીફા શાસનનો અંત આવી જશે.
સીરિયા અને ઇરાકના મોટાં ભૂમિભાગમાં આઇએસઆઇએસનો એક સમયે ખાસ પ્રભાવ હતો. આ વિસ્તારમાં કબજા હોવાથી તેણે આખા વિશ્વમાં હુમલાને અંજામ આપવા માટે સ્થળ મળી ગયું હતું. પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યુ હતું કે, એ સમય આવી ગયો છે, જ્યારે અમેરિકા અને અમેરિકા સમર્થિત કુર્દિશ સેનાના અભિયાન બાદ આતંકવાદી સમૂહનું ક્ષેત્રમાં કિયાય નિયંત્રણ નથી.
અમેરિકા સમર્થિત સીરિયન ફોર્સની સાથે અમેરિકાનું આ અભિયાન પાંચ વર્ષ સુધી ચાલ્યું. આ દરમિયાન ઓછામાં ઓછા ૧,૦૦૦૦૦ બોમ્બનો ઉપયોગ થયો અને અસંખ્ય નાગરિકોના મોત થયા

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY