તેન્ડુલકર ઘંટ વગાડી બ્રેબોર્ન ખાતે ચોથી વન-ડે મેચનો આરંભ કરાવશે

0
6

ન્યુ દિલ્હી,તા.૨૬
ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમો વચ્ચે ૨૯મી આૅક્ટોબરે ચોથી વન-ડે ઈન્ટર-નેશનલ મેચનું આયોજન કરનાર ક્રિકેટ ક્લબ આૅફ ઈન્ડિયા (સી. સી. આઈ.)એ જાહેર કયુર્‌ં હતું કે મહાન ક્રિકેટર સચિન તેન્ડુલકરના હસ્તે રમતની આરંભવિધિ કરવામાં આવશે.
આ દિવસ-રાતની મેચનું અસલ કાર્યક્રમ પ્રમાણે મુંબઈ ક્રિકેટ એસોસિયેશન (એમ. સી. એ.)ના અહીં વાનખેડે સ્ટેડિયમ ખાતે આયોજન થનાર હતું, પણ આ બાબતમાં આર્થિક મુશ્કેલીના કારણે તેને સી. સી. આઈ.ની માલિકીના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે ખસેડવામાં આવી હતી.
“તેન્ડુલકર ઘંટ વગાડી ચોથી વન-ડે મેચની આરંભવિધિ કરવા સંમત થયો છે, એમ સી. સી. આઈ.એ જણાવ્યું હતું.
બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નવ વર્ષ બાદ ફરી રમાનાર છે. ૨૦૦૯માં ત્યાં ભારત-શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચનું આયોજન કરાયું હતું અને ૨૦૦૬માં છેલ્લી વન-ડે મેચ ત્યાં રમાઈ હતી. સામાન્યપણે આંતરરાષ્ટ્રીય પ્રવાસી ટીમોની પ્રેકિટસ મેચો સી. સી. આઈ. ખાતે રમાતી હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY