શાળા, કોલેજો કે જાહેર જગ્યાઓ પર રખડતા રોમિયો ને સબક શીખવાડી શાન ઠેકાણે લાવનાર નિર્ભયા ની મહિલા પોલીસ નું આદિવાસી દિને મંત્રી, સ્વાતંત્ર્ય્ય દિને કલેક્ટરે સહીત વારંવાર સન્માન કરાયુ

રાજપીપળાા: નર્મદા પોલીસ વડા નાયબ પોલીસ વડા સહીત જિલ્લા માં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ દ્વારા ઘણા સમય થી ગુનાખોરી ડામવા અથાગ પ્રયાસો અને અલગ અલગ ટેક્નિક નો ઉપયોગ થઈ રહ્યો છે જેમાં અલગ સ્કોડ પણ બનાવી ઓછા સ્ટાફ માં પણ સારી કામગીરી કરાય એવા તમામ પ્રયાસો કરાય છે ત્યારે એજ પ્રમાણે જિલ્લા માં રોમિયોગીરી બંધ થાય એ માટે ખાસ નિર્ભયા સ્કોડ ની રચના થોડા સમય પેહલા કરવામાં આવી જેને ખુબ સારી સફળતા પણ મળી અને રોમિયો ને સબક શીખવાડતી આ સ્કોડ ની મહિલા પોલીસ અને એમના લીડર એવા પી એસ આઈ કે કે પાઠક ને ટૂંકા સમય માં સારી કામગીરી માટે ઠેર ઠેર થી સન્માન પણ મળ્યું છે જેમાં આદિવાસી દિવસે મંત્રી બાદ સ્વાતંત્ર્ય દિને પણ જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ભયા ટિમ નું સન્માન કરાયું ત્યારે નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયા ના આ સફળ પ્રયાસ ની આખા ગુજરાત માં પ્રશંસા થઈ અને ખાસ તો નવા નવા આવા પ્રયાસો દરેક જિલ્લા ની પોલીસે અપનાવવા જોઈએ એ બાબતની શીખ પણ મળી છે ત્યારે એ વાત સાચી છે કે નિર્ભયા ટિમ ના આગમન થી જિલ્લા ની શાળા કોલેજોમાં અભ્યાસ કરતી દીકરીઓ હાલ સલામત હોવાનો અનુભવ કરી રહી છે.અનન બિન્દાસ ક્યાંયે એકલી આવતા જતા પણ સુરક્ષિત છે એમ કહી શકાય .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




