કોંગ્રેસના ધારાસભ્યએ કમલનાથને જૂતાં પહેરાવતાં વિવાદ છેડાયો

0
70

ઈન્દોર,તા.૨૫
મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથ જૂતાં વિવાદમાં ઘેરાયા છે. વાસ્તવમાં એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં એક કોંગ્રેસના ધારાસભ્ય કમલનાથને જૂતાં પહેરાવતાં દેખાય છે. આ ઘટનાનો વીડિયો વાઇરલ થવાના પગલે વિવાદ વકરતાં કોંગ્રેસના ધારાસભ્યએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે કમલનાથ મારા માટે પિતાતુલ્ય છે.
આ સમગ્ર વિવાદનું કારણ બનેલા કોંગ્રેસના ધારાસભ્ય રજનીશસિંહે કમલનાથને પિતાતુલ્ય ગણાવતાં વિવાદ વધુ વકર્યો છે. વાસ્તવમાં કમલનાથ હિમાચલનાં પૂર્વ રાજ્યપાલ ઊર્મિલાસિંહને શ્રદ્ધાંજલિ આપવા શિવની જિલ્લાના ઘુરવાડા ગામે આવ્યા હતા. દિવંગત કોંગ્રેસ નેતાના ફોટાને ફૂલહાર કર્યા બાદ કમલનાથ પોતાનાં જૂતાં પહેરવા બહાર ગયા તો કોંગ્રેસના ધારાસભ્ય રજનીશસિંહે સ્ફૂર્તિ દાખવીને કમલનાથને જૂતાં પહેરાવી દીધાં હતાં.
રજનીશસિંહે એવો પણ ખુલાસો કર્યો છે કે જૂતાંની સંખ્યા એટલી બધી હતી કે કમલનાથ માટે તેમનાં જૂતાં શોધવાનું મુશ્કેલ હતું અને તેથી તેમણે કમલનાથને જૂતાં પહેરવામાં મદદ કરી હતી. રજનીશસિંહે જાકે એકરાર કર્યો હતો કે તેઓ શિવનીની કેવલારી બેઠક પરની કોંગ્રેસના ધારાસભ્ય છે તેની પાછળ કમલનાથના આશીર્વાદ છે. તેમના પિતા અને કમલનાથ વચ્ચે વર્ષોજૂના સંબંધો હતા. તેમના પિતાની રાજકીય વિરાસત તેમને કમલનાથના આશીર્વાદથી મળી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY