સાગબારા-ડેડીયાપાડા નેશનલ હાઇવે પર કાર પલ્ટી મારી:3 નો આબાદ બચાવ

0
28

રાજપીપળા :સાગબારા-ડેડીયાપાડા નેશનલ હાઇવે નંબર 353-બી પર ગંગાપુર પાસેના વળાંકમાં સામેથી આવતા વાહનથી બચવા કાર બાજુમાં ઉતારી દેવાતા કાર પલ્ટી મારી ગઈ હતી.આ અકસ્માતમાં કારમાં સવાર 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો.

મહારાષ્ટ્રના નંદુરબારથી MH-39-J-3808નો કાર ચાલક પોતાના પરિવાર સાથે જરૂરી કામ અર્થે ગુજરાતના આણંદ જવા નીકળ્યો હતો.ત્યારે લગભગ બે થી ત્રણ વાગ્યાની આસપાસ સાગબારા-ડેડીયાપાડા નેશનલ હાઇવે નંબર 753 બી પર ગંગાપુર પાસેના વળાંક પાસે સામેથી આવતા વાહનથી કાર ચાલકે બચવાની કોશીસ કરી હતી.એ કોશિશમાં એે પોતાની કાર રોડની બાજુએ ઉતારવા ગયો દરમિયાન કાર અચાનક પલ્ટી મારી ગઈ હતી.ગંગાપુર ગ્રામજનોને આ ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે આવી જઈ કારણે મહામુસીબતે ખાડામાંથી બહાર કાઢી હતી.આ અકસ્માતમાં પરિવારના ત્રણ સભ્યોનો આબાદ બચાવ થવા પામ્યો હતો જોકે કારણે ઘણું નુકશાન થયું હતું.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY