સુરત, તા.૨
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસકોના ભ્રષ્ટાચાર સામે આજે સમિતિના કોંગ્રેસ સભ્યોએ ધરણાં યોજી દેખાવો કરશે.
શિક્ષણ સમિતિના કોંગ્રેસ પક્ષના સભ્ય નટુભાઈ પટેલ, શફીભાઈ જરીવાળાએ જણાવ્યું હતું કે, શાળા સમિતિના ભાજપ શાસકોએ કૌભાંડોની વણઝાર સર્જી છે. રાજ્ય સરકાર તરફથી મળતા પાઠ્ય પુસ્તકો પણ પસ્તીના ભાવે વેચી દઈ કૌભાંડ આચરવામાં આવ્યું છે. શૈક્ષણિક સત્રની અડધી ટર્મ પૂર્ણ થઈ ગયા છતાં વિદ્યાર્થીઅોને ગણવેશ-બુટ મોજા આપવામાં શાસકો નિષ્ફળ ગયા છે. ગણવેશ કૌભાંડ સહિત અનેક મુદ્દે ભાજપ શાસકો નિષ્ફળ ગયા છે. આ તમામ મુદ્દે આજે શિક્ષણ સમિતિના કોંગ્રેસ પક્ષના સભ્યો સાંજે ૪ થી ૫ એક કલાક ધરણાં યોજી દેખાવો કરશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




