ભરૂચ શહેરમાં કોંગ્રેસ પાર્ટી ના કાર્યકરો દુકાનો બંધ કરાવવા રોડ પર ઉતરી આવ્યા

0
21

ટાયરો સળગાવી વાહનો રોકી વિરોધ નોંધવાયો.

આજ રોજ કૉંગ્રેસ પાર્ટી એ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં આપેલ ભારત બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર ટાયરો સળગાવી ગાડીઓ રોકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.તો પોલીસે કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી.

કૉંગ્રેસ દવરા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે ભારત બંધનું એલાન જાહેર કરી વહેલી સવારથી જ ભરૂચ શહેરના વિવિધ વિસ્તારો જેવાકે બાયપાસ,શેરપુરા રોડ પર દહેજ કંપનીઓમાં જતા વાહનોને ટાયરો સળગાવી કોંગ્રેસના કાર્યકરો દ્વારા ચક્કજામ કરવામાં આવ્યો હતો. જેના કારણે હજારો વાહન ચાલકો ટ્રાફિકના કારણે અટવાયા હતાં.જિલ્લામાં કોંગ્રેસ દ્વારા વિવિધ માર્ગો ઉપર ચક્કાજામ સાથે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો હતો. ત્યાર બાદ કાર્યકરોએ એપીએમસી શાકમાર્કેટ બંધ કરાવ્યું હતુ.સાથે સાથ કેટલીક શાળાઓને પણ કાર્યકરોએ બંધ કરાવી હતી.ભરૂચ સ્ટેશન રોડ પરની ખાનગી (એક્સિસ) બેંક બંધ કરાવવા જતાં પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તું તું મેં મેં સાથે ઘર્ષણ સર્જાયું હતું.ત્યાર બાદ રેલ્વે સ્ટેશન પર ટ્રેન રોકવાના પ્રયાસ કરવા અંદર પ્રવેશ કરવા જતા કોંગી કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

જયારે બીજી તરફ યુથ કોંગ્રેસના પ્રમુખ અને યુવા આગેવાન શેરખાન પઠાણની આગેવાનીમાં ભરૂચ નેશનલ હાઈવે નંબર ૮ પર મુલદ ટોલબુથ પર કાર્યકરો એ મોટી સંખ્યામાં ભેગા થઈને હાઈવે જામ કરવા જતા પોલીસ દવરા તેમની પણ અટકાયત કરવામાં આવી હતી.જ્યારે ભરૂચ જિલ્લા પોલીસ દવરા શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાં,મીડિયા પ્રવક્તા નાઝુ ફડવાળા, રાજેન્દ્રસિંહ રણા,માવસંગ પરમાર,સમશાદઅલી સૈયદ, જુલ્ફીકાર સૈયદ,હેમેન્દ્ર કોઠીવાલા,મહિલા આગેવાન ચેતના વસાવા,ધ્રુતા રાવલ,સહિત મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હજાર રહ્યા હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે ગત રોજ ભારત બંધની જાહેરાત કરવામાં આવતા રીક્ષા ચાલકો પણ બંધમા જોડાશે તેવી જાહેરાત એસોસિએશન દ્વારા કરવામાં આવી હતી.પરંતુ કેટલીક જગ્યાએ રીક્ષા ચાલકો રસ્તા ઉપર રીક્ષા લઈને ફરતાં જોવા મળ્યાં હતાં. આમ કોંગ્રેસ ના ભારત બંધ ને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો

અંકિતા પાટણવાડીયા
ભરૂચ.9904733000

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY