અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલ દ્વારા હૃદય ચેકઅપ નિદાન કેમ્પ

0
11

તા.૧૮ થી ૨૩’મી સુધી કેમ્પમાં ભાગ લઈ શકાશે
અંકલેશ્વર, તા.૧૧
અંકલેશ્વર સ્થિત સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઈન્સ્ટીટ્યુટ ખાતે તા.૧૮ થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન હૃદયરોગનાં દર્દીઅો માટે ચેકઅપ અને નિદાન કેમ્પનું આયોજન કરાયું છે. આ દિવસો દરમિયાન સવારે ૧૦ થી બપોરે ૧ અને સાંજે ચારથી છ વાગ્યા દરમિયાન ડો. રાજીવ ખરવર અને ડો. રવિસાગર પટેલ દર્દીઓને તપાસી માર્ગદર્શન આપશે. કેમ્પમાં કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયો વાસ્ક્યુલર થોરાસિક સર્જન ફ્રી કન્સ્લ્ટેશન આપશે. કેમ્પમાં અત્યંત રાહતદરે ઈસજી, ટ્રેડ મિલ ટેસ્ટ, ૨ડી ઈકો કાર્ડીઓગ્રાફી અને એન્જિયોગ્રાફી કરી આપવામાં આવશે. જ્યારે કે માં અને માં વાત્સલ્ય કાર્ડ ધારકોને નિઃશુલ્ક સારવાર અપાશે. હોસ્પિટલ દ્વારા દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY