ગાંધીનગર,તા.૧૦
કોંગ્રેસનાં ભારત બંધ મુદ્દે આઈકે જાડેજાએ નિવેદન આપતાં જણાવ્યું કે, પેટ્રોલ ડિઝલ ભાવ મુદ્દે સરકાર ચિંતિત છે. કોંગ્રેસે રાજકીય રોટલા શેકવા બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ દ્વારા અપાયેલું આ એલાન નિષ્ફળ ગયું. ગુજરાતનાં લોકો કોંગ્રેસ સાથે નથી. અન્ય દેશોની પરિસ્થિતિનાં કારણે ભાવ વધ્યાં. ય્જી્ માટે અલગ ઓથોરિટી નક્કી કરાઈ છે. મોદી સરકારમાં ભાવ સ્થિર રહ્યાં છે. સરકાર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે.
ઇન્ટરનેશનલ માર્કેટ, માંગ અને પુરવઠો, ઉત્પાદનની સ્થિતિ વિવિધ દેશોની અંદર ઉભી થયેલી પરિસ્થિતિ એટલે કે આંતરરાષ્ટ્રીય સ્થિતિ માટે થઇને ક્્યાંય ને ક્્યાંય પેટ્રોલ ડીઝલનાં ભાવ વધ્યાં છે. ય્જી્ માટેનો પણ મુદ્દો આવ્યો હતો. મહત્વનું છે કે ય્જી્ માટે અલગ ઓથોરિટી નક્કી કરાઈ છે. જેમાં દરેક રાજ્યોનાં પ્રતિનિધિઓ રહેલાં છે અને એ કાઉન્સીલમાં પણ એની ચર્ચા થઇ છે કે તે મામલે ઉચિત નિર્ણય ચોક્કસ સમયે જરૂરથી થશે.
જ્યારે કેન્દ્રમાં ડા. મનમોહનસિંહની સરકાર હતી, સરકાર હતી ત્યારે પેટ્રોલ ડીઝલનો જે ભાવ વધારો થયો હતો તે ભાવ વધારા સમયે પણ મનમોહનસિંહે જવાબ આપ્યો હતો. ૨૨ સપ્ટેમ્બરનાં રોજ ૨૦૧૨માં કે પૈસા ઝાડ પર ઉગતા નથી અને આ જ લોકો આજે આંદોલન કરવા નીકળ્યાં છે.
હાર્દિક પટેલનાં આંદોનલ મુદ્દે આઈકે જાડેજાએ નિવેદન આપતાં જણાવ્યું કે, લોકશાહીમાં કોઈ પણ આંદોલન કરી શકે છે. કોંગ્રેસ સમાજ સમાજ વચ્ચે વાડા ઉભાં કરી રહી છે. અનામતનો મુદ્દો હાર્દિક પટેલ વિસરાવી રહ્યો છે. આ ઉપરાંત કાર્યાલયમાં કાર્યકર્તા પ્રવેશ બાબતે આઈકે જાડેજાએ નિવેદન આપતા કહ્યું કે, કાર્યાલયમાં હાલમાં કામ ચાલી રહ્યું છે. ગિરીશ પરમારની એન્ટ્રી બાબતે મુદ્દો ટિવસ્ટ કરાયો છે. શહેરનાં અધ્યક્ષે કોઈ સૂચના નથી આપી. પાણીમાંથી પોરા કાઢવાનું કામ કરી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



