ગર્ભવતી મહિલાને બચાવવા રાજ્યપાલ પોતાની સાથે હેલિકોપ્ટરમાં લઈ ગયા!!

0
9

ઇટાનગર,તા.૩૦
ભારતમાં વીવીઆઈપી કલ્ચરની બોલબાલા વચ્ચે અરુણાચલ પ્રદેશના રાજ્યપાલે સામાન્ય વ્યક્તિઓને કઈ રીતે મદદ થઈ શકે છે તેનો દાખલો બેસાડ્યો છે.
રાજ્યપાલ અને સેનાના નિવૃત્ત બ્રિગેડિયર બી ડી મિશ્રા એક કાર્યક્રમ માટે તવાંગ ગયા હતા.જ્યાં સીએમ પેમા ખાંડૂ અને સ્થાનિક વિધાયક વચ્ચે થયેલી વાતચીત તેમણે સાંભળી હતી.જેના થકી તેમને ખબર પડી હતી કે ગર્ભવતી મહિલાની હાલત ખરાબ છે પણ તવાંગથી ગૌહાટી જવા બીજા ત્રણ દિવસ કોઈ હેલિકોપ્ટર સેવા નથી.
એ પછી રાજ્યપાલ મિશ્રાએ મહિલા અને તેના પતિને પોતાના હેલિકોપ્ટરમાં બેસાડી દીધા હતા.હેલિકોપ્ટર તેજપુરમાં ફ્યુલ ભરવા રોકાયુ હતુ ત્યારે ખબર પડી હતી કે ટેકનિકલ ખામીના કારણે હેલિકોપ્ટર ઉડી શકે તેમ નથી ત્યારે રાજ્યપાલે મહિલા માટે એરફોર્સ સાથે વાત કરીને બીજા હેલિકોપ્ટરની વ્યવસ્થા કરાવી હતી અને મહિલા તેમજ તેના પતિને ઈટાનગર રવાના કર્યા હતા.
રાજ્યપાલ પોતે બીજા હેલિકોપ્ટરમાં પાછળથી ગયા હતા.એ દરમિયાનમાં ઈટાનગર એરપોર્ટ પર હેલિકોપ્ટર લેન્ડ થતા પહેલા મહિલા માટે એમ્બ્યુલન્સ અને તબીબી સુવિધા પણ તેમણે ઉપલબ્ધ કરાવી રાખી હતી. મહિલાએ બાદમાં બાળકને જન્મ આપ્યો હતો.મહિલા અને બાળકની તબિયત હાલમાં સારી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY