સુરત સ્થાયી સમિતિ અધ્યક્ષ પહેલી બેઠક શરૃ કરે તે પહેલાં કોગ્રેસે કટાક્ષ મુલાકાત કરી શહેર હિતમાં કામગીરી કરવા રજુઆત કરી હતી. કોંગ્રેસે શ્રીફળ અને શુકનનો રૃપિયો આપીને રાજકીય દબાણને વશ થયાં વિના શહેર હિતમાં કામગીરી કરવા જણાવ્યું હતું.
આ ઉપરાંત મ્યુનિ.ના લાંબા સમયથી અધુરા પડેલા કામો ઝડપથી પુરા કરવા માટે જણાવ્યું હતું. કોગ્રેસ ભલે કટાક્ષ મુલાકાત કહેતી હોય પણ આ શુભેચ્છા મુલાકાત કોંગ્રસના રાજકારણમાં ચર્ચાનો વિષય બની છે.
મ્યુનિ. કમિશ્નરે સુચવેલા વેરામાં થોડો ઘડાટો કરીને ભાજપ શાસકોએ શહેરની પ્રજા પર વેરો વધારો ઝીંક્યો હતો તે બજેટને કોંગ્રેસે પણ મંજુરી આપીને સર્વાનુ મતે બજેટ મંજુર કર્યું હતું. સર્વાનુમતે બજેટ મંજુર કરનારા કોંગ્રેસે આજે સ્થાયી અધ્યક્ષ બેઠક શરૃ કરે તે પહેલા શુકનનો રૃપિયો અને શ્રીફળ આપી એક આવેદન પત્ર આપ્યું હતું. જેમાં શહેરી પ્રજા પર કોઈ પ્રકારનો આર્થિક બોજ ન નાંખવા માટે અપીલ કરી છે.
આ ઉપરાંત પાલ-ઉમરા બ્રિજ, એક્ષપરી મેન્ટલ સ્કુલ, ટેક્ષટાઈલ માર્કેટ જેવા પડતર પ્રશ્નો માટે રાજકીય દબાણને વશ થયાં વિના શહેર હિતમાં નિર્ણય લેવા માટે જણાવ્યું હતું. સુરત મ્યુનિ.ની તિજોરીમાં પૈસા ઘટી રહ્યાં છે તેથી વેપારી બુધ્ધી વાપરીને તિજોરી આર્થિક રીતે છલકાઈ જાય તેવી કામગીરી કરવા જણાવ્યું હતું. કોંગ્રેસ આ મુલાકાતને કટાક્ષ મુલાકાત ગણે છે પણ વિપક્ષી નેતા આ મુલાકાતથી દુર રહ્યાં હતા. ઉપરાંત કેટલાક કોંગ્રેસીઓને આવી મુલાકાત ગમી ન હોવાથી આ મુલાકાત કોંગ્રસમાં વિવાદનું કેન્દ્ર બની છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



