ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે બાલમશા પીરની દરગાહે દર વર્ષે ભરાતા ઉર્ષના મેળા સંદર્ભે જાહેરનામુ જારી

0
82

ભાવનગર શુક્રવાર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ઉમેશ વ્યાસે એક જાહેરનામુ જારી કરી ફરમાવેલ છે કે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ખરકડી ગામે તા. ૨૪ થી ૨૬ જુન સુધી ઉર્ષનો મેળો ભરાનાર હોવાથી ખરકડી  ગામ અને તેની આજુબાજુના ૦૮ કીલોમીટર વિસ્તારમાં તા. ૨૪ જુન થી ૨૬ જુન ૨૦૧૮ દિવસ ૦૩ સુધી કોઈએ પણ જાહેર કે ખાનગી માલીકીની જગ્યામાં પશુની કતલ કરવી નહિ તેમજ રસ્તા ઉપરથી પસાર થાય લોકોને ધ્રુણા ઉત્પન્ન થાય કંટાળો આવે તેવી રીતે કોઈપણ જાનવરનું મડદુ, ચામડુ સાફ કરવુ નહિ. આ હુકમનો ચુસ્તપણે અમલ કરવો અને કોઈપણ દ્વારા આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ને શિક્ષા થશે આ જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના કોઈપણ અધિકારી અધિક્રુત રહેશે

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY