બંગાળ અને મહારાષ્ટ્રમાં બે દિવસની બેન્ક રજાઓ રહેશે

0
102

એટીએમમાં પુરતા પૈસા મુકાયા : બુદ્ધપુર્ણિમા, લેબર ડે, મહારાષ્ટ્ર સ્થાપના દિવસની પરંપરાગત ઉજવણી કરાશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી,તા. ૨૮
બેંકોમાં ફરી એકવાર લાંબી રજા આવી રહી છે. અલબત્ત જુદા જુદા રાજ્યોમાં આ રજાની અસર રહેનાર છે. લોકોને રોકડની કોઈ તકલીફ ન પડે તે માટે સરકારે એટીએમમાં પુરતા પ્રમાણમાં નાણાં ઉપલબ્ધ કરાવી દીધા છે. બીજી બાજુ ઓનલાઈન પણ લોકો પૈસા ઉપાડી શકે છે. એમ માનવામાં આવી રહ્યું છે કે કેટલાક રાજ્યોમાં બેંકો ત્રણ દિવસ સુધી બંધ રહેશે. જ્યારે કેટલીક જગ્યા ઉપર પહેલી મેના દિવસે બેંક ખુલી જશે. આજે શનિવારના દિવસે બેંકો બંધ રહી હતી. બીજી બાજુ સોમવાર એટલે કે ૩૦મી એપ્રિલના દિવસે બુદ્ધપૂર્ણિમા અને પહેલી એપ્રિલના દિવસે લેબર ડે હોવાના પરિણામ સ્વરૂપે બેંકો બંધ રહેશે. ઈન્ડિયન બેંક એસોસિએશનની વેબસાઇટ પર ૧૭ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં બેંકોમાં રહેલી રજાઓની યાદી આપવામાં આવી છે જે મુજબ ૩૦મી એપ્રિલના દિવસે સોમવારે બુદ્ધપૂર્ણિમાંના પ્રસંગે દિલ્હી, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળમાં બેંકોમાં રજા રહેશે. આવી જ રીતે આગલા દિવસે પહેલી એપ્રિલના દિવસે લેબર ડે હોવાના કારણે આંધ્રપ્રદેશ, ગોવા, કર્ણાટક, કેરળ, મણીપુર, તમિલનાડુ, તેલંગાણા, પશ્ચિમ બંગાળમાં બેંકોમાં રજા રહેશે. મહારાષ્ટ્રમાં પણ બેંકોમાં રજા રહેશે. સોમવાર અને મંગળવારના દિવસે જે રાજ્યોમાં બેંકોમાં રજા રહેનાર છે તેમાં પશ્ચિમ બંગાળમાં ક્રમશઃ બુદ્ધપુર્ણિમાં અને લેબર ડેના કારણે રજા રહેશે. બંગાળ અને મહારાષ્ટ્રમાં બંને દિવસે બેંકો બંધ રહેશે. સોમવાર અને મંગળવારના દિવસે આ રાજ્યોમાં બેંકો બંધ રહેવાથી કામગીરી ન ખોરવાય તે માટે પગલાં લેવામાં આવી રહ્યા છે. બંગાળમાં બુદ્ધપૂર્ણિમાં અને મે દિવસની રજા રહેશે. જ્યારે મહારાષ્ટ્રમાં મંગળવારે મહારાષ્ટ્ર સ્થાપના દિવસના કારણે રજા રહેશે. જે રાજ્યોમાં બુદ્ધપુર્ણિમાં અને મે દિવસે બેંકો ચાલુ છે તેમાં ગુજરાત, મેઘાલય, ઓરિસ્સા અને પંજાબનો સમાવેશ થાય છે. આ ચાર રાજ્યોમાં સોમવાર અને મંગળવારે બેંકો ખુલ્લી રહેશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY