કોંગ્રેસને અમારી અવગણના ભારે પડશે : ગઠબંધન મુદ્દે દેવગૌડાએ ચેતવણી આપી

0
28

કર્ણાટકમાં બસપાને આપીશું એક લોકસભા સીટ
બેંગ્લુરુ,તા.૨૯
જેડીએસ દળ સેક્યુલર અને કાંગ્રેસના ગઠબંધનવાળી સરકારમાં ચાલી રહેલા તણાવની વચ્ચે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ નેતા એચડી દેવગૌડાએ ચેતવણી આપી દીધી છે કે કાંગ્રેસ પાર્ટી ક્ષેત્રીય દળોની અવગણના ના કરવી. તેમણે કહ્યુ કે ક્ષેત્રીય દળ દરેક જગ્યાએ તેમની સાથે આગામી લોકસભા ચૂંટણી લડે. દેવગૌડા ગુરૂવારના રોજ નવી દિલ્હીમાં સંવાદદાતાઓ સાથે વાતચીત કરી રહ્યાં હતા.
તેમણે કÌšં કે છ બિન એનડીએ દળ એચડી દેવગૌડાના મુખ્યમંત્રી પદના શપથ દરમ્યાન ઉપસ્થિત હતા જે એકજૂથ વિપક્ષને દર્શાવે છે પરંતુ એ જરૂરી નથી કે તેઓ ૨૦૧૯ની સાલમાં થનાર લોકસભા ચૂંટણીમાં દરેક રાજ્યમાં એકસાથે મળી ચૂંટણી લડે. આપને જણાવી દઇએ કે એકજૂથતા દર્શાવા માટે કાંગ્રેસ, ટીએમસી, બસપા, આમ આદમી પાર્ટી, સીપીએમ, અને ટીડીપીના નેતા મે મહિનામાં થયેલ શપથ ગ્રહણ સમારંભ દરમ્યાન બેંગલુરૂમાં ઉપસ્થિત હતા.
ગૌડાએ કહ્યુ કે સમાજવાદી પાર્ટી અને બસપા હજુ પણ ૮૦ લોકસભા સીટો વાળી યુપીમાં ૪૦-૪૦ સીટોની વહેંચણી પર વાત કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસી અને કાંગ્રેસ એકસાથે ચૂંટણી લડવા માટે લગભગ સહમત થઇ ગયા છે. બીજા રાજ્યોમાં મહારાષ્ટમાં એનસીપી, આંધ્રપ્રદેશમાં ટીડીપી અને તેલંગાણામાં ટીઆરએસને હજુ કાંગ્રેસની સાથે ચૂંટણી લડવા પર નિર્ણય લેવાનો બાકી છે.
જેડીએ, નેતાએ કહ્યુ કે માત્ર કર્ણાટકમાં અમે નિર્ણય લીધો છે કે કેટલાંક મતભેદો છતાંય કાંગ્રેસની સાથે મળીને લોકસભા ચૂંટણી લડીશું. અત્યાર સુધી આ મુદ્દા પર કોઇ ચર્ચા થઇ નથી. કાંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કુમારસ્વામીની વચ્ચે વાર્તા થવાની હતી જે ટળી ગઇ. દેવગૌડાએ પોતાના ગઠબંધન સહયોગી બસપા માટે પણ એક લોકસભા સીટ માંગી.
તેમણે કહ્યુ કે અમે કર્ણાટકમાં એક લોકસભા સીટ અમારા ગઠબંધનના સહયોગી બસપાને પણ આપવાનો નિર્ણય લીધો છે. તેના બદલામાં અમે બસપાને કહીશું કે તેઓ યુપીમાં એક સીટ તેમના મહાસચિવ દાનિશ અલીને આપી દે. કેરલમાં એલડીએફ તેમને એક સીટ આપશે. જેડીએસ નેતા એ કહ્યુ કે તેઓ નવી દિલ્હીમાં કાંગ્રેસના નેતાઓને મળવા કે સિદ્ધારમૈયાની ફરિયાદ કરવા ગયા નહોતા.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY