તાપી શુધ્ધિકરણ સાથે કોંગ્રેસ શુધ્ધિકરણ પણ થશે ?

0
493

કોંગ્રેસના કોર્પોરેટરોને શિસ્ત ભંગની નોટીસ બાદ કોંગ્રેસમાં ઘમાસાણ

સુરત,

ભાજપનો આક્રમક વિરોધ કરતાં કોર્પોરેટરોને આવેદનપત્ર મુદ્દે શો કોઝ નોટીસ ફટકારનારા વિપક્ષી નેતા- શહેર પ્રમુખ સામે કોગ્રેસમાં ભારે વિરોધ થઈ રહ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટરોને શિસ્ત ભંગની નોટીસ બાદ કોગ્રેસમાં ધમાસાણ શરૂ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરોએ સુરત કોગ્રેસમાં રહેતા ભાજપના દલાલોને સાફ કરવા માટે ભેગા થવા માટે આહવાન કરાયું છે. વિપક્ષી નેતા- પ્રમુખ સામેના આ વિરોધના પગલે આવનારાદિવસોમાં કોંગ્રસમાં ભડકો થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. સુરતમાં ભાજપની નીતિ સામે વિરોધ કરતાં કોગ્રસના કેટલાક કોર્પોરેટર અને પક્ષના હોદ્દેદારોને પક્ષ પ્રમુખ- વિપક્ષી નેતાએ ફટકારેલી શો કોઝ નોટીસથી સુરતનું રાજકારણ ગરમાયું છે. નોટીસ બાદ કેટલાક કોર્પોરેટરોએ સોશિયલ મીડિયા પર આક્રોશ સાથેની પોસ્ટ મુકી છે. જેમાં જણાવ્યું છે કે, અબ એક હી સંકસલ્પ, સુરત કોગ્રેસમ રહે ભાજપા કે દલાલો કો સાફ કરે. ભાજપની અન્યાયની નીતિ સામે લડવું શિસ્ત ભંગ છે તો આ કહેવાતા શિસ્તભંગ કરતાં રહીશું. આ ઉપરાંત કેટલાક નોટીસ ન મળી હોય તેવા કોર્પોરેટરોએ પણ નેતા-પ્રમુખની આવી નીતિ સામે રોષ વ્યક્ત કર્યો છે. આ નોટીસ આપવા પાછળનું કારણ શું હોય શકે તેની ચર્ચા કરવા સાથે જવાબ આપવા માટે પણ ચર્ચા કરી હતી. ભાજપનો આક્રમક વિરોધ કરી રહેલા કોગ્રેસના કોર્પોરેટરોને નોટીસ આપ્યા બાદ કોંગ્રેસમાં રહીને ભાજપને ફાયદો પહોંચાડવા વાળાને ખુલ્લા પાડવાની વાત કરવામાં આવી છે, પરંતુ કોંગ્રેસમાં રહીને ભાજપનું કામ કરનારાનો હાથ ઉપર રહે છે કે ભાજપનો આક્રમક વિરોધ કરનારાઓનો હાથ ઉપર રહે છે. તે તો નજીકના દિવસોમાં ખબર પડી જશે. કોંગ્રસના કોર્પોરેટરોને શો કોઝ નોટીસ બાદ એવી ચર્ચા થઈ રહી છે કે, કોંગ્રસ 1લી મેથી તાપી સફાઈ કરે તે પહેલાં કોંગ્રેસમાં સફાઈ થઈ શકે છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY