ઉનાળાની શરૂઆતની સાથે જ ગુજરાતના મોટા ભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. આજ રોજ રાજકોટમાં ગરમીનો પારો અચાનક વધી જતા રાજકોટ મહાનગર પાલિકાએ યલો એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે સલાહ આપી છે. ગઈ કાલે રાજકોટમાં ગરમીનો પારો 41 ડિગ્રી નોંધાયો હતો અને આજે ગરમીનું પ્રમાણ 30 ડિગ્રી છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે હજી 24 કલાકમાં આ ગરમીનો પારો વધે એવી શક્યતા જણાઈ રહી છે.
રાજકોટ મહાનગર પાલિકાએ વધતા જતા ગરમીના પારાને જોઈને એલર્ટ જાહેર કર્યું છે. તેમણે બહાર નીકળતી વખતે લોકોને મોઢા પર રૂમાલ બાંધવાની અને માથા પર ટોપી પહેરવાની સલાહ આપી છે. લોકો ડિહાઈડ્રેશનનો ભોગ ન બને તે માટે તેમને સાવચેત રહેવા માટે જણાવ્યું છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"