બિજિંગ/ન્યુ દિલ્હી,તા.૩
ચીન ટિબ્બેટમાં પોતાની સૈન્ય શકિતમાં વધારો કરી રહ્યું છે. ચીને લ્હાસાના ગોંગ્ગર એરપોર્ટ પર ફાઇટર પ્લેન માટે જમીનની અંદર સંપુર્ણ રીતે સુરક્ષિત ઠેકાણાંઓ બનાવી લીધા છે. આનાથી ભારતની ચિંતામાં વધારો થયો છે. આ વિસ્તાર દિલ્હીથી ૧૩૫૦ કિમી દૂર છે.
ત્રણ ઓફિસરોના હવાલાથી આવેલા મીડિયા રિપોટ્ર્સમાં કહેવામાં આવ્યું છે કે, પહેલાં ચીને રિજનલ કનેકિટવિટીનો હવાલો આપીને અહીં વિકાસ કરવાની વાત કહી હતી. જેને હવે મિલિટરી એરબેઝમાં ફેરવી દેવામાં આવ્યું છે.
એક ઓફિસરે જણાવ્યું કે, એરપોર્ટનો એક ટેક્સી ટ્રેક બોમ્બ પ્રૂફ હેંગર્સની તરફ જાય છે, જે પહાડોની અંદર બનાવવામાં આવ્યા છે. અહીં એક સાથે અંદાજિત ૩૬ એરક્રાફ્ટ ઉભા કરી શકાય છે.
બીજાં ઓફિસરે જણાવ્યું કે, બ્લાસ્ટ અથવા બોમ્બ-પ્રૂપ હેંગરની જરૂર તે સમયે હોય છે જ્યારે યુદ્ધની સંભાવના હોય છે. યુદ્ધ દરમિયાન ખુલ્લામાં રાખવામાં આવેલા ફાઇટર પર જાખમ હોય છે, જ્યારે છૂપાયેલા ઠેકાણામાં વધારે સુરક્ષિત હોય છે. જ્યારે જરૂરિયાત હોય ત્યારે તેને કાઢીને લાન્ચ કરી શકાય છે.
ત્રીજાં ઓફિસરે જણાવ્યું કે, પીપલ્સ લિબરેશન આર્મી (એરફોર્સ)ની ચીન-રશિયા બોર્ડર આવા અનેક ઠેકાણાંઓ છે. તિબેટ સ્વાયત્ત પ્રદેશ (ટીએઆર)માં આ પ્રથમ મામલો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





