ન્યુ દિલ્હી,
તા.૨૪/૦૩/૨૦૧૮
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદ,મુસ્લિમ પક્ષના વકીલે સુપ્રિમમાં કહ્યું
અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં સુપ્રીમ કોર્ટમાં ચર્ચા દરમિયાન મુસ્લિમ પક્ષ તરફથી વકીલ રાજીવ ધવને કહ્યું કે કોર્ટ કોઈ ધામિર્ક સ્થળને ઓછું અને કોઈને વધુ મહત્વપૂર્ણ ન કહી શકે. કોર્ટ ધામિર્ક સ્થળની તુલના ન કરી શકે. ઈસ્માઈલ ફારૂખી કેસના નિર્ણયમાં રામ જન્મભૂમિ અને બાબરી મિસ્જદની તુલના કરવામાં આવી છે અને ધામિર્ક સ્થળોના ઓછા અને વધારે મહત્વપૂર્ણ હોવાની વાત કહેવામાં આવી છે જે કાયદા અને બંધારણની દૃષ્ટિએ યોગ્ય નથી.
ધવને આ વાત અયોધ્યામાં ભૂમિ અધિગ્રહણ પર ૧૯૯૪ના ઈસ્માઈલ ફારૂખી નિર્ણયના અંશો પર આપિત્ત ઉઠાવતાં કહી હતી. ધવનની ચર્ચા હજુ પણ ચાલી રહી છે. કોર્ટ મામલામાં ૬ એપ્રિલે વધુ સુનાવણી કરશે. ધવને જણાવ્યું કે ગત નિર્ણયમાં પાંચ જજની બંધારણીય પીઠે કહ્યું કે નમાઝ માટે મિસ્જદ ઈસ્લામનો જરૂરી હિસ્સો નથી. નમાઝ ક્યાંય પણ પઢી શકાય છે. નિર્ણયના પેરાગ્રાફ ૮૨માં અપાયેલા સિદ્ધાંતની અયોધ્યા રામ જન્મભૂમિ વિવાદમાં અપીલકતાર્ એમ.સિદ્દીકીના વકીલ રાજીવ ધવને વાંધો ઉઠાવ્યો હતો. ધવને માગ કરી હતી કે પહેલાં ઈસ્માઈલ ફારૂખી નિર્ણય પર પુનવિર્ચાર અને મામલાની બંધારણીય પીઠ સમક્ષ મોકલવામાં આવે કેમ કે જા ઈસ્માઈલ ફારૂખી કેસમાં અપાયેલી ઉપરોક્ત વ્યવસ્થાને માનવામાં આવશે તો મુસ્લિમોનો તો કેસ જ ખતમ થઈ જશે. મામલાની સુનાવણી કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રા, અશોક ભૂષણ અને એસ.અબ્દુલ નજીરની પીઠ સમક્ષ અનુરોધ કરી મુખ્ય મામલા પહેલા ઈસ્માઈલ ફારૂખીના કેસ પર સુનાવણી શરૂ કરી છે. કોર્ટ વિચાર કરી રહ્યું છે કે નિર્ણય પર પુનવિર્ચારની જરૂર છે કે નહી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"