તાપી જિલ્લા પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર બેઠક મળશે આવશ્યક ચીજવસ્તુઅોના જથ્થાની સમીક્ષા કરાશે

0
8

વ્યારા, તા.૫
આગામી તા. ૧૭મી, નવેમ્બરના રોજ સવારે ૧૧ઃ૦૦ કલાકે તાપી જીલ્લાના વડામથક વ્યારા ખાતે આવેલી કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર એન.કે ડામોરની અધ્યક્ષતામાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિતથા પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર માટેની જિલ્લા તકેદારી સમિતિની બેઠક યોજાશે.
આ બેઠકમાં વ્યાજબી ભાવની દુકાન પર આધાર આધારિત વિતરણ વ્યવસ્થા, એન.એફ.એસ.એ યોજના અન્વયે લાભાર્થીઓના આધારકાર્ડ તથા બેંક એકાઉન્ટ મેપીંગ તથા આધાર વેરીફિકેશનની કામગીરી, ઉજજવલા યોજનાની કામગીરી, ડાયરેકટ બેનીફીટ યોજના ઇન કેરોસીન, મા અન્નપૂર્ણા યોજના અન્વયે અગ્રતા ધરાવતા કુંટુંબમાં સમાવેશ માટે મળેલ અરજીઓના નિકાલ અંગેની કમિટી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી, મોજે. આમોદા તર્ફે તળોદા તા. કુકરમુન્ડા ગામે વ્યાજબી ભાવની દુકાન ફાળવણી અંગે ચર્ચાતથા જીલ્લામાં આવશ્યક ચીજવસ્તુના જથ્થાની સમીક્ષા કરવામાં આવશે એમ જીલ્લા કલેકટર એન.કે ડામોર તરફથી જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY