વ્યારા નગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ ભારે વાહનો વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરી શકશે

0
8

વ્યારા, તા.૫

વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડથી મેઇન રોડબજાર થઇ જવાહર ચોકપોલીસ ગેટ સુધી તથા જુના બસસ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં સમગ્ર દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ટ્રાફિક રહે છે. પીક અવર્સ દરમિયાન ટ્રાફિકની ઘણી મુશ્કેલીઓ પડે છે. આ સમય દરમિયાન ઉપરોકત વિસ્તારમાં માલવાહક ભારે વાહનોનો પ્રવેશ થવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ બને છે. પરિણામે જાહેરજનતાને અવર-જવર કરવામાં પણ હાડમારી વેઠવી પડેછે. જેને લઇ તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી વ્યારા નગરના જુના બસસ્ટેન્ડ થી મેઇન રોડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધી અને જુના બસસ્ટેન્ડ થઇ બેંક રોડ-સુરતી બજાર, કાપડ બજાર થઇ જવાહર ચોક પોલીસ ગેટ સુધીના રસ્તાના વિસ્તારોમાં દરરોજ સવારે ૦૮ઃ૦૦ કલાકથી સાંજે ૨૦ઃ૦૦ કલાક સુધીના સમય દરમિયાન માલ વાહતુક, ટ્રાન્સપોર્ટના ભારે વાહનો જેવા કે ટ્રક, ટેમ્પો, ટ્રેકટર કે અન્ય મોટા વાહનોના પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આવશ્યક સેવાના વાહનો, ઇમર્જન્સી સેવાઓ અને આરોગ્ય વિષયક સેવાઓને લગતા વાહનોની અવર જવરને આ જાહેરનામું લાગુ પડશે નહિં. આ જાહેરનામું તા. ૧૦/૧૧/૨૦૧૮થી તા. ૦૮/૦૧/૨૦૧૯ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે એમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જણાવાયું છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY