જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્રારા વર્ષ દરમ્યાન વિજેતા થયેલ વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

0
235

ભરૂચની જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્રારા વર્ષ દરમ્યાન અલગ અલગ સ્પર્ધાઓમાં ભાગ લઈને વિજેતા થયેલ વિદ્યાર્થી ઓને કોલેજ દ્રારા પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

આજ રોજ ભરૂચ જયેન્દ્રપુરી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયલ હોલમાં વર્ષ ૨૦૧૮ નો પારિતોષિક વિતરણ સમારોહ ઉજવાયો હતો.આ કાર્યક્રમમાં વર્ષ દરમ્યાન વિધાર્થી અને વિદ્યાર્થીની ઓએ કોલેજ અને કોલેજ બહાર યોજાયેલ સ્પર્ધાઓ,રમત ગમત, માં ભાગ લઈને કોલેજનું નામ રોશન કરવા બદલ વિધાર્થીઓને કોલેજ તરફ થી મહાનુભાવોના હસ્તે પારિતોષિક વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો,બી.બી.ઘીવર અને ભૌતિકશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડો,ડી.જી.અદ્રોજા અને સમારંભ ના પ્રમુખ પ્રિન્સિપાલ ડો, એન.એમ.પટેલ સહિત મોટી સાંખ્યમાં વિદ્યાર્થીઓ અને કોલેજના પ્રોફેસરો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY