જંબુસરના વોર્ડ નંબર ૬ ના રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે હલ્લો બોલાવ્યો

0
240

જંબુસર:
જંબુસર નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર છના ભૂત ફળિયા કોળી વાસના રહીશોના ઘરઆંગણે ગટરોના ગંદા પાણીનો નિકાલ થતો ન હોય તેના રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશતને પગલે નગરપાલિકા કચેરી ખાતે હલ્લો બોલાવ્યો હતો
જંબુસર નગરમાં ઠેર ઠેર નિચાણવાળા વિસ્તારોમાં પાણીની ગટર ગંગા કાયમી વહેતી હોય છે નગરપાલિકા સત્તાધીશો પ્રજાની સુખાકારી સગવડો આપવામાં સદંતર નિષ્ફળ નિવડી હોય પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવતું નથી નગરજનોને મીઠું પાણી પીવા માટે પણ મળતું નથી નગરની લાઈટો ઘણા સમયથી બંધ છે જંબુસર નગર અંધકારમાં ઘેરાયેલું જોવા મળે છે હાલ નગરપાલિકા વોર્ડ નંબર છાના કોલીવાસ વિસ્તારના રહીશોના ઘરઆંગણે ગટરના ગંદા પાણીનો નિકાલ થતો ન હોય બાળકો રહીશો ગટરના ગંદા પાણીમાંથી અવરજવર કરવી પડે છે જેને લઇ રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ઘરઆંગણે ગટરના ગંદા પાણી ભરાઇ રહેતા હોવાથી ત્યાંના રહીશો દુર્ગંધથી ત્રાસ ત્રાસી ગયા છે આ પ્રશ્ને વારંવાર નગરપાલિકા ખાતે રજૂઆતો કરવા છતાં કોઇ કાયમી નિવેડો આવતો ન હોય જાગૃત રહીશો એક થઈ નગરપાલિકા કચેરી ખાતે આવી ચીફ ઓફિસરને ઉગ્ર રજુઆતો કરી હતી ઘરઆંગણે ગટરના ગંદા પાણીનો જમાવડો થતો હોય છે પાણીનો કોઇ નિકાલ થતો ન હોય રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે જેને લઇ માંગણી કરી હતી કે અધિકારી સત્તાધીશો સ્થળ પર આવી ત્યાંના રહીશો નિવેદન જુએ અને તાત્કાલિક ગટરનાં ગંદા પાણીનો નિકાલ આવે તે અંગે પ્રયત્નો હાથ ધરવામાં આવે રહીશો માંગણીને લઇ નગરપાલિકા કચેરી ખાતે જમાવડો લગાવ્યો હતો દેવીપૂજકોની માંગણીને ધ્યાને લઇ નગરપાલિકા ચીફ ઓફિસર કારોબારી અને વોર્ડ નંબર ૬ ના સદસ્ય ભૂત ફળિયા કોલીવાસ ખાતે પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને આ સમસ્યાનો ઉકેલ લાવવા હૈયાધારણા આપી હતી .
રીપોર્ટર…હરીન અેસ પટેલ.જબુસર..

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY