કોંગ્રેસ કોર કમિટીની બેઠકમાં રાહુલને સંઘના કાર્યક્રમમાં ન જવાની સલાહ

0
25

ન્યુ દિલ્હી,તા.૩૦
રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘ દ્વારા આયોજીત કાર્યક્રમમાં રાહુલ ગાંધીને આપવામાં આવેલા આમંત્રણને ધ્યાનમાં લઇને દિલ્હી ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠક યોજાઈ હતી.
મીડિયા રિપોર્ટ મુજબ આ બેઠકમાં વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષને સંઘનાં કાર્યક્રમમાં ન જવાની સલાહ આપી હતી. આ અગાઉ સંઘના મુખ્ય કાર્યલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના જવા બાબતે પક્ષને મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થવુ પડયુ હતુ.
સૂત્રોના જણાવ્યા મુજબ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની યોજાયેલી આ બેઠકમાં સલાહ આપતા રાહુલે સંઘના આમંત્રણનો સ્વીકાર ન કરવો જાઈએ. અગાઉ ૨૦૦૭માં તત્કાલીન કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ રાષ્ટ્રીય સ્વયંમ સંઘ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મોકલવામાં આવ્યું હતુ પરંતુ સોનિયા ગાંધીએ તે આમંત્રણનો અસ્વીકાર કર્યો હતો.
સંઘ વિરૂદ્ધમાં રાહુલ ગાંધી સતત ગુણલા ગાઈ રહ્યા છે. જર્મની અને બ્રિટનના પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીએ ઇજીજીની વિચારધારા પર આકરા પ્રહાર કર્યા હતા. આવા સંજાગોમાં કોંગ્રેસ અધ્યક્ષ જા સંઘમાં જાય તો આ બાબત એમના અને પક્ષ માટે અવઢળ ભરી પરિસ્થિતિ ઉભી કરી શકે છે. અગાઉ કોંગ્રેસના દિગ્ગજ નેતા મલ્લિકા અર્જુન ખડગેએ પણ રાહુલ ગાંધીને આ પ્રકારના કાર્યક્રમોથી દૂર રહેવાની સલાહ આપી હતી.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY