ન્યુ દિલ્હી,
તા.૨૮/૦૩/૨૦૧૮
શું ખરેખર ભારતીય રેલ્વે મોટા ટેકનોલોજી લીપ માટે તૈયાર…!!!
ભારતીય રેલવે એક મોટા ટેક્નોલોજી લીપ માટે તૈયાર છે! ભારતમાં એન્જન વગરની ટ્રેનો અત્યાર સુધી માત્ર મેટ્રો નેટવર્ક અને સબઅર્બન ટ્રાવેલ સુધી જ સીમિત હતી, પરંતુ જૂન ૨૦૧૮માં ભારતીય રેલવે ઇન્ટરસિટી ટ્રાવેલ માટે પહેલી સ્વયં સંચાલિત સેમી હાઇ-સ્પીડ ટ્રેન શરૂ કરશે. આ જ વર્ષમાં મેન્યુફેક્ચર થતી હોવાથી આ ટ્રેનને ‘ટ્રેન ૧૮’ એવું નામ આપવામાં આવ્યું છે. આ સ્વયં સંચાલિત ટ્રેન ૧૬૦ કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડી શકશે અને તે શતાબ્દી એક્સપ્રેસને રિપ્લેસ કરશે. સ્ટાઇલિશ વર્લ્ડ ક્લાસ ટ્રેન ૧૮ પેસેન્જર્સને અનેક સુવિધાઓ પૂરી પાડશે.
જાણો ટ્રેન ૧૮ના કેટલાંક અદ્ભૂત ફીચર્સ વિશે
– ટ્રેન ૧૮ એ સંપૂર્ણપણે ‘મેક ઇન ઇન્ડયા પ્રોજેક્ટ છે. આ ટ્રેનના કોચ ચેન્નાઈમાં આવેલી ઇન્ટગ્રલ કોચ ફેક્ટરી (ICF)માં મેન્યુફેક્ચર થઇ રહ્યા છે. ICF નો દાવો છે કે આ જ પ્રકારની ટ્રેનના કોચને ઇમ્પોર્ટ કરવાનો જે ખર્ચ થાય છે, તેનાથી અડધા ખર્ચમાં આ કોચ અહીંયા મેન્યુફેક્ચર કરવામાં આવશે.
– પહેલી જે ટ્રેન હશે તેમાં ૧૬ ચેર-કાર ટાઇપના કોચ હશે, જેમાં એક્ઝક્યુટિવ અને નોન-એક્ઝક્યુટિવ કોચ રહેશે. તેમાં ૨ એક્ઝક્યુટિવ ચેર કાર્સ અને ૧૪ નોન-એક્ઝક્યુટિવ ચેર કાર્સ કોચ રહેશે.
– એક્ઝક્યુટિવ ચેર કાર્સમાં વધુમાં વધુ ૫૬ મુસાફરો બેસી શકશે, જ્યારે નોન-એક્ઝક્યુટિવમાં ૭૮ મુસાફરો બેસી શકશે.
– ટ્રેન ૧૮માં સ્ટેઇનસલેસ સ્ટીલ કાર બોડી નાખવામાં આવશે. ટ્રેનનું પરીક્ષણ ૧૮૦ કિમી પ્રતિ કલાકની સ્પીડ પર કરવામાં આવશે. પરંપરાગત ટ્રેનો કરતા અલગ આ ટ્રેનમાં એકધારી લાઇનસર બારીઓ નાખવામાં આવશે.
– ટ્રેન સંપૂર્ણપણએ એર-કન્ડશન્ડ હશે અને બેસવાની સીટ્સ પણ એકદમ આરામદાયક હશે. ટ્રેનમાં ડિફ્યુઝ્ડ લાઇટિંગ કરવામાં આવશે. ટ્રેન ૧૮માં મુસાફરોને વાઇ-ફાઇ અને ઇન્ફોટેઇનમેન્ટની સુવિધા આપવામાં આવશે. ટ્રેનમાં જીપીએસ આધારિત પેસેન્જર ઇન્ફોર્મેશન સિસ્ટમ પણ લગાવવામાં આવશે.
– ટ્રેન ૧૮માં ઓટોમેટિક દરવાજા અને ફૂટસ્ટેપ્સ હશે. ઓટોમેટિક દરવાજામાં સ્લાઇડિંગ ફૂટસ્ટેપ્સની સુવિધા હશે. ટ્રેન જ્યારે પ્લેટફોર્મ પર પહોંચશે ત્યારે દરવાજા જાતે જ ખૂલી જશે અને ફૂટસ્ટેપ્સ સ્લાઇડ થઇને બહાર આવશે.
– ટ્રેન ૧૮માં ઓટોમેટિક ઇન્ટરકનેક્ટંગ દરવાજાઓ હશે અને જે કનેક્ટંગ એરિયા એટલો સ્પેશિયસ હશે જેમાં મોકળાશથી ફરી શકાશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"