ડેડીયાપાડામાં દાણ ફેકટરી ન બને એ માટે આદિજાતિ આયોગના ડિરેક્ટર હવનમાં હાડકા નાખે છે : ઘનશ્યામ પટેલ

0
24

આવનારા દિવસોમાં અમે આયોગ સામે સુપ્રીમ કોર્ટ ના દ્વાર ખખડાવતા પણ ખચકાઈશું નહિ:ઘનશ્યામ પટેલ

ડેડીયાપાડા દાણ ફેક્ટરી મામલે વિવાદ વકર્યો,ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે રાષ્ટ્રીય આદિજાતિ આયોગના ડિરેકટર પર ગંભીર આક્ષેપો લગાવ્યા.

રાજપીપળા:
ભરૂચ દુધધારા ડેરી દ્વારા એમના સભાસદોને ડેડીયાપાડા ખાતે બોનસ ચેક અપાયા બાદ બુધવારે રાજપીપળા નજીકના ભચરવાળા ચિલિંગ સેન્ટર ખાતે બીજા અન્ય સભાસદોને બોનસના ચેક વિતરણનો કાર્યક્રમ ભરૂચ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલની અધ્યક્ષતામાં રાખાયો હતો.જેમાં નાંદોદ તાલુકા સહિત આસપાસના વિસ્તારોના સભાસદોને બોનસ ચેકોનું વિતરણ કરાયું હતું.

હાલ ડેડીયાપાડાના ખોખરાઉમર ગામે ભરૂચ દૂધધારા ડેરીની દાણ ફેક્ટરીનું નિર્માણ થઈ રહ્યું છે એ હાલ વિવાદમાં ફસાઈ છે.ત્યારે એ વિવાદ મામલે ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે ડેડીયાપાડામાં દાણ ફેકટરી ન બને એ માટે રાષ્ટ્રીય આદિજાતિ આયોગના સભ્ય હર્ષદ વસાવા અને દિનેશ બારીયા હવનમાં હાડકાં નાખી રહ્યા છે.દિલ્હી આદિજાતિ આયોગ દ્વારા આ મામલે જે પ્રશ્નો ઉપસ્થિત કરાયા છે એની તપાસ ગુજરાત સરકારના સક્ષમ અધિકારીઓએ કરી કોઈ અઘટિત ઘટના ન બની હોવાનો યોગ્ય જવાબ પણ રજૂ કર્યો છે.તે છતાં એની ઉપરવટ જઈ તપાસનું કામ ચાલી રહ્યું છે.રાષ્ટ્રીય આદિજાતિ આયોગ હોય કે જે કોઈ પણ હોય જે પણ અમને ખોટી રીતે હેરાન કરશે એની સામે અમેે કાયદાકીીીય રીતે આગળ વધીશું.આ જમીનનો કોઈ વિવાદ નથી તમામ પરમિશનો બાદ જ આ ફેક્ટરી બની રહી છે.અમારી સામે ભૂતકાળમાં સુગર,ભરૂચ દૂધધારા ડેરી,રાજપીપળા APMC ચૂંટણીમાં હારી ગયેલા લોકો જ અમને આયોગના માધ્યમથી ખોટી રીતે હેરાન કરે છે,જરૂર પડે અમે આયોગનો પણ વિરોધ કરતા ખચકાઈશું નહિ.

જ્યારે ઘનશ્યામ પટેલે જેની પર હવનમાં હાડકા નાખવાનો આક્ષેપ લગાવ્યો છે એવા દિનેશ બારીયાએ જણાવ્યું હતું કે 16/10/2009ના રોજ થયેલા ડેરીની ખોખરાઉમર દાણ ફેક્ટરીની ખેતીલાયક જમીનના દસ્તાવેજમાં બિનખેડૂતના પુરાવા રજૂ કર્યા હતા.ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ 29/9/2017ના રોજ નર્મદા જિલ્લા સંકલન સમિતિ બેઠકમાં બિન અધિકૃત રીતે ખોખરાઉમર ડેડીયાપાડા દાણ ફેક્ટરીનું બાંધકામ થયું છે કે નહીં એની તપાસ કરવી એવી રજુઆત કરી હતી.DDO નર્મદાએ TDO ડેડીયાપાડાને સુચના કરતા એમણે પણ 16851 ચો.મી બાંધકામ બિનઅધિકૃત કરેલ છે એવો રિપોર્ટ કર્યો હતો.આ વિવાદિત જમીનનું બ્લોક વિભાજન ન થયું હોવાનુ DLR નર્મદામાંથી જણાવેલ હતું.તેમ છતાં 9/3/2018ના રોજ નર્મદા કલેકટર નિનામાએ ડીમ્ડ NAનો ઓર્ડર કોઈ પણ અરજીને ધ્યાને લીધા વગર કરી આપ્યો હતો જે ગેરકાયદેસર છે.અમે કોઈ હવનમાં હાડકા નાખતા નથી.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY