ગતરોજ ભરૂચના લિંકરોડ વિસ્તારમાં આવેલી એમિટી સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓમાં ઈન્કમટેક્સ અંગે જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કોઈપણ દેશનો આર્થિક વિકાસ તેના કરદાતાઓ પર નિર્ભર હોય છે.દરેક નાગરિક પ્રમાણિકતાથી પોતાની આવકનો કરપાત્ર હિસ્સો સરકારમાં જમા કરાવે તો નાગરિકને ઉત્તમ સુરક્ષા અને સુવિધાઓ પુરી પાડી શકાય છે.છેલ્લાં કેટલાંય સમય થી આપણા દેશમાં કરદાતાઓની સંખ્યા ઉત્તરોતર વધી રહો છે અને તેમાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં છે.શાળા કક્ષાએ અર્થશાસ્ત્રનો વિષય શીખવતી વખતે આવક સ્ત્રોતો વિશે બાળકોને વિગતે ભણાવાય છે.જેમાં સરકારની આવકનો મુખ્ય સ્ત્રોત ઈન્કમટેક્સ હોય છે.ભાવિ નાગરિકો આપણાં દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા સજ્જ બને તથા ઈન્કમટેક્સ વિભાગની કાર્યપ્રણાલીથી માહિતગાર થાય તે હેતુથી એમિટી સ્કૂલ,ભરૂચના બાળકો માટે ભરૂચ રેન્જની ઈન્કમટેક્સ ઓફીસના ડેપ્યુટી કેમિશ્નર સંજીવ ભગત તથા તેમની ઓફિસના અધિકારીઓ શિવકુમાર,ગિરીશ ગોયાની,રોની માઈકલ,જાવેદ છોટા,સીદીકીની ઉપસ્થિતમાં એક માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


આ કાર્યક્રમમાં એમિટી શાળા પરિવાર દ્રારા આવેલ દેરક અધિકારીઓનું પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.જયારે ડેપ્યુટી કમિશ્નર સંજીવ ભગતે ઈન્કમટેક્સ વિભાગનું માળખું સમજાવ્યું હતું.જયારે શિવકુમારે બાળકોને પાવર પ્રેઝન્ટેશન દ્રારા ઈન્કમટેક્સ શા માટે ભરવો જોઈએ તે અંગે સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ત્યાર બાદ બાળકો દ્રારા પ્રશ્નોતરી પણ કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં શાળાના પ્રિન્સીપાલ પ્રકાશ મહેતા સહિત શિક્ષકો પણ હાજર રહ્યા હતાં.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





