અમદાવાદ,તા.૩૧
અ.મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીપી રસ્તા, મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટ તેમજ પાકિંગ ગાળી જગ્યા પરના દબાણ હટાવવાની ઝુંબેશ હેઠળ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં ૧ર પાકાં રહેણાકનાં મકાન સહિતના દબાણ દૂર કરીને અંદાજે ૧પ૭૦ ચો.મી. પ્લોટને ખુલ્લો કરાયો હતો.
એસ્ટેટ વિભાગના સત્તાવાળાઓ સ્ટેડિયમ વોર્ડમાં આવેલી ટીપી નં.ર૮ના ફાઇનલ પ્લોટ નં. પ૭ર, પ૭૩, પ૭૪માં ગઇ કાલે સ્થાનિક પોલીસની મદદથી ત્રાટકિયા હતા. આ પ્લોટમાં ગેરકાયદે ઊભા થયેલ ૧ર પાકાં રહેઠાણનાં મકાન, ૧૮ ઓટલા અને નવ ક્રોસવોલને દૂર કરી અંદાજે ૧પ૭૦ ચો.મી. પ્લોટની જગ્યાને ખુલ્લી કરાઇ હતી.
આ મ્યુનિસિપલ રિઝર્વ પ્લોટમાં થયેલા દાયકાઓ જૂના દબાણને તોડવા માટે તંત્ર દ્વારા જેસીબી મશીન, દબાણની ગાડી તેમજ ખાનગી મજૂરોને કામે લગાડાયા હતા. આ ઉપરાંત તંત્ર દ્વારા નવરંગપુરા વોર્ડમાં આવેલા પાર્કર હાઉસ બિલ્ડિંગની હોલોપ્લિન્થમાં પા‹કગની જગ્યામાં ઊભું કરાયેલું ૭૦ ચો.મી.નું ગેરકાયદે બાંધકામને જમીનદોસ્ત કરીને પા‹કગની જગ્યા ખુલ્લી કરાઇ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



