મેરઠના હાશિમપુરા કાંડમાં ૨મે-૧૯૮૭એ ૪૨ યુવકોની હત્યા થઈ હતી હાશિમપુરા કાંડ : દિલ્હી હાઈકોર્ટે ૧૬ એક્સ-પોલીસમેનને આજીવન કેદની સજા ફટકારી

0
4

ન્યુ દિલ્હી,તા.૩૧
મેરઠના હાશિમપુરા કાંડમાં ૨ મે ૧૯૮૭એ ૪૨ યુવકોની હત્યા મામલે તમામ ૧૬ પીએસી જવાનોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. દિલ્હી હાઇકોર્ટે તમામ ઓરોપીઓને હત્યા, અપહરણ, સાક્ષીઓને હટાવવાના ઓરોપ હેઠળ દોષી ઠેરાવવામાં આવ્યા છે. હકીકતમાં દિલ્હીની તીસહજારી કોર્ટે વર્ષ ૨૦૧૫માં તમામ ૧૯ પીએસી જવાનોને મુક્ત કરી દીધા હતા. ત્યારબાદ દિલ્હીની હોઇકોર્ટમાં માર્યા ગયેલા મુસ્લિમ યુવકોના પરિવારજનોની તરફથી ઉત્તરપ્રદેશ સરકાર અને અન્ય કેટલાકની વિરુદ્ધ અરજી દાખલ કરાઇ હતી.
નોંધનીય છે કે, વર્ષ ૧૯૮૭માં રિઝર્વ પોલીસ બળ પ્રોવિંશિયલ આર્મ્ડ કોન્સ્ટેબુલરી(પીએસી)ના જવાનોએ ૪૨ મુÂસ્લમ યુવકોને કથિત રીતે ઘરેથી ઉઠાવીને લઇ ગયા હતા અને ત્યારબાદ તેમની હત્યા કરી દીધી હતી. ૨૫ વર્ષ બાદ ૨૦૧૫માં દિલ્હીની તીસહજારી કોર્ટે પૂરતા પુરાવા ન હોવાને કારણે તમામ ૧૯ આરોપીઓને મુક્ત કરી દીધા હતા. પરંતુ હવે હાઇકોર્ટના ચુકાદાએ નીચલી કોર્ટના ચુકાદાને ફેરવી નાંખ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કેસ પહેલા ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદમાં ચાલી રહ્યો હતો જાકે સુનાવણીમાં વિલંબ થતા માર્યા ગયેલા લોકોના પરિવારજનોએ સુપ્રીમ કોર્ટનો દરવાજા ખખડાવ્યો હતો જાકે સુપ્રીમ કોર્ટે આ કેસ દિલ્હીની તીસહાજરી કોર્ટમાં ટ્રાન્સફર કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY