દાદરા નગર હવેલી,તા.૨૨
ભારતીય જનતા પાર્ટીએ ૨૦૧૯ લોકસભા ચૂંટણીને લઇને ગુરૂવારનાં રોજ પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી. ભારતીય જનતા પાર્ટીએ ૧૮૪ ઉમેદવારોની યાદી જાહેર કરી જેમાં પીએમ નરેન્દ્ર મોદી વારાણસી અને અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ સાથે દાદરા નગર હવેલીમાં કદાવર નેતા નટુભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે. નટુભાઈ પટેલ વિકાસનાં કામો અને ગ્રાઉન્ડ પર કામ કરનારા નેતા છે.
ભાજપે ફરી એકવાર નટુભાઈ પટેલનાં નામ પર મહોર મારી છે. નટુભાઈ પટેલ ૧૦ વર્ષથી દાદરા નગર હવેલીનાં સાંસદ છે. તેઓ ૨૦૧૪માં ૫ હજાર મતોથી જીત્યા હતા. ઉલ્લેખનીય છે કે નટુભાઈ પટેલ બિલ્ડરનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પ્રદેશનાં આદિવાસી લોકોમાં સારું નામ ધરાવે છે. નટુભાઈ પટેલે ૧૦ વર્ષમાં દાદરા નગર હવેલીમાં વિકાસનાં કામો કર્યા છે અને અનેક ગામોમાં પુલ, રસ્તાઓ બનાવીને તેમનો વિકાસ કર્યો છે. નટુભાઈ પટેલ ઓછુ ભણેલા હોવા છતા તેમણે દાદરા નગર હવેલીનાં વિદ્યાર્થીઓ માટે સરકારી ઇંગ્લિશ સ્કૂલો શરૂ કરાવી છે. આ ઉપરાંત તેમણે અહીં મેડિકલ કાલેજ પણ શરૂ કરાવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




