ટ્રેન અક્સ્માતના દર્દીને ૧૦૮ની ટીમે ઓન રોડ ટ્રીટમેન્ટ આપી જીવ બચાવ્યો

0
29

સુરત,તા.૨૨
સચિન રેલવે સ્ટેશન પરથી મળી આવેલા ટ્રેન અકસ્માતના દર્દીને ૧૦૮ના કર્મચારીઓએ ઓન રોડ એટ્રોપીન નામના ઈન્જેકશન, ફ્યુડ બોટલ અને ઓક્સિજન આપી નવું જીવન આપવામાં સફળ રહ્યા હતા. ટ્રેન અક્સ્માતમાં અમિતભાઇ યાદવના બીપી અને હ્રદયના ધબકારા ઘટી ગયા હોવાથી ઈએમટીએ સંસ્થાના ઈઆરસીપીના માર્ગદર્શનમાં સારવાર આપી હતી. ખાનગી હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ ૧૦૮ના કર્મચારીઓની કામગીરીની પ્રશંસા કરતા પરિવારે પણ આભાર વ્યક્ત કર્યો હતો.
ગંભીર હાલતમાં મળી આવેલા અમિતભાઇ યાદવ એમ્બ્રોઈડરીના કારીગર છે. અમિત કારખાનેથી ઘર તરફ જતી ટ્રેનની અડફેટે ચઢ્યો હતો. સચિન રેલ્વે સ્ટેશનના ટિકિટ બારી પર કામ કરતા ભાઈએ જાતાની સાથે જ ૧૦૮ ને ફોન કર્યો હતો. ૧૦૮નાં તબીબે જણાવ્યું કે, ધૂળેટીની રાત્રે લગભગ સાડા દસ વાગ્યાના અરસામાં સુરત – સચીન રેલ્વે સ્ટેશન પરથી ટ્રેન અડફેટે યુવાન ઈજાગ્રસ્ત હોવાનો કોલ આવ્યો હતો. ઘટના સ્થળે ગયા બાદ એકવીસ વર્ષીય યુવક ટ્રેન અડફેટે ચઢ્યા બાદ હેડ ઇન્જરી સાથે બેભાન અવસ્થામાં મળી આવ્યો હતો.
દર્દીને સ્પાઇન બોર્ડ ઉપર ઓક્સિજન અને એટરોપીન ઇંજેક્શન આપી તેની તબિયતમાં સુધારો લાવવામાં સફળ રહ્યા હતા. ત્યારબાદ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા બાદ નિષ્ણાત તબીબને દર્દીની કેસ હિસ્ટ્રી અને ઓન રોડ સારવાર અપાઈ હોવાની માહિતી આપી હતી. પરિવારે કહ્યું હતું કે, તમે અમિત યાદવને નવું જીવન આપ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY