રિવોલ્વર સાફ કરવામાં ટ્રિગર દબાઇ જતાં જવાનનું મોત

0
6

દહેગામ,તા.૬
દહેગામમાં એક ચોંકાવનારી ઘટના બની છે. દહેગામમાં આવેલા ખાખરા ગામમાં એક યુવકનું સર્વિસ રિવોલ્વર છૂટતા માથામાં ગોળી વાગતા મોત નીપજ્યું છે. આ આકસ્મમિત ઘટનાને કારણે આખા ગામમાં અરેરાટી વ્પાપી ગઇ છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે સિપાહી ધર્મેન્દ્રસિંહ ઝાલા રજા લઇને ઘરે આવ્યાં હતાં. તેઓ પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યાં હતાં ત્યારે જ અચાનક તેમાંથી ગોળી છૂટી હતી. આ ગોળી સીધી તેમનાં માથામાં વાગતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પહેલા પણ આણંદનાં નિવૃત ડીવાયએસપી કિરીટ બ્રહ્મભટ્ટનું ગળાના ભાગે ગોળી વાગતાં મોત થયું હતું. તેઓ રિવોલ્વર સાફ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ટ્રિગર દબાઈ જતાં તેમનું મોત થયું હતું. જાકે, અકસ્માત વખતે ઘરના તમામ દરવાજા બંધ હોવાથી તેમણે જાતે જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બનાવ વખતે ઘરના સભ્યો ઘરના ઉપરના ભાગે હતા. નીચે ઘરનો દરવાજા બંધ હોવાથી સભ્યો દરવાજા તોડીને અંદર પ્રવેશ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY