દરરોજ ૩૪૦૦ લોકો ટ્રક, કાર, બસઅને બાઈક સાથે મુસાફરી કરી શકશે
સુરત, તા.૨૬
દહેજથી ઘોઘા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો આવતીકાલથી રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રારંભ કરાવવામાં આવશે. અગાઉ ૨૨મી અોક્ટોબર ૨૦૧૭ના રોજ તત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અહીથી હાઈસ્પીડપેસેન્જર ફેરી સર્વિસનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રોજેક્ટ દેહજ અને ઘોઘા વચ્ચે ખંભાતના અખાતમાં શરૂ કરાયો છે, દહેજ અને ઘોઘા વચ્ચે ફેરી સર્વિસનું સંચાલન કરનાર ડીટોકસના એમડી ચેતન કોન્ટ્રક્ટરે જણાવ્યું હતું કે, રો-પેક્સ ફેરી સર્વિસથી દક્ષિણ ગુજરાત અને સોરાષ્ટ વચ્ચેનું અંતર ઘટશે અનેબિઝનેશને વધુ પ્રોત્સાહન મળશે. આ સર્વિસને કારણે કાર્ગો અનેમુસાફરોનો સમય ઘટશે અને ૧૦ થી ૧૨ કલાકનો સમય બચી જશે. આ સર્વિસમાં ૬૦ ટ્રક, ૪૦ કાર, ૪૦ બાઈક, પ લકઝરી બસો અને ૫૨૫ પેસેન્જરોનો સમાવી શકાશે. ભાવનગરથી સુરત વચ્ચેની રાઉન્ડટ્રીપમાં હાલમાં ૩૬ કલાકનો સમય લાગે છે , જે હવે ૧૨ કલાકમાં પૂર્ણ થશે. જેના કારણે બસ અને ટ્રક અોપરેટરોની આવકમાં વધારો થશે. વાહનો માટે ઘટેલા સમયને કારણે જમીનમાં નિકળતા બળતણના વપરાશમાં પણ ઘટાડો થશે. સુરતથી ભાવનગર વચ્ચે એન્ડ ટુ એન્ડ પેસેન્જર બસ સર્વિસ શરૂ કરશે. પેસેન્જરો સુરત, ભરૂચ અથવા અંકલેશ્વરથી બસમાં બેસી શકશે અને ભાવનગરમાં ઉતરી શકશે. આ બસ દહેજ અને ઘોઘા વચ્ચે પ્રવાસ કરશે, આ બસ સર્વિસ માટેનું એન્ડ ટુ એન્ડ ભાડુ વ્યક્તિ દિઠ રૂ. ૫૦૦ રહેશે. ખાસ કરીને જૈન સમુદાય માટે પાલિતાણાની મુલાકાત માટે ખાસ ટ્રીપનું આયોજન કરી રહી છે. મુંબઈથી પ્રવાસ કરતાં લોકોને પાલિતાણા પહોંચતાં સામાન્ય રીતે ૩ દિવસ લાગે છે, પરંતુ ફેરી સર્વિસને કારણે આ પ્રવાસ માત્ર ૩૬ કલાકમાં પુરો થશે. આ ઉપરાંત નજીકના ભવિષ્યમાં કચ્છ- સુરત, કચ્છ- મુંબઈ અને પીપાવાવ-મુંબઈ વચ્ચે સર્વિસ શરૂ કરવામાં આવશે. આ અંગે જહાજા નક્કી થઈ ગયા છે. આ સર્વિસને કારણે ગુજરાત અને સોરાષ્ટ વચ્ચે પ્રવાસનો સમય ઘટશે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





