ડીએસીએ શસ્ત્રો ખરીદવાની મંજૂરી આપી
બે યુદ્ધજહાજ માટે બ્રાહ્મોસ મિસાઇલ અને બેટલ ટેન્ક અર્જુન માટે આર્મર્ડ રિકવરી વીઇકલ (એઆરવી)ની ખરીદીમાં સામેલ
ન્યુ દિલ્હી,તા.૧
ડિફેન્સ એક્વિજિસન કમિટી (ડીએસી)એ શનિવારે ૩૦૦૦ કરોડ રૂપિયાના સંરક્ષણ શસ્ત્રો ખરીદવાની મંજૂરી આપી દીધી છે. તેમા બે યુદ્ધજહાજ માટે બ્રાહ્મોસ મિસાઇલ અને બેટલ ટેન્ક અર્જુન માટે આર્મર્ડ રિકવરી વીઇકલ (એઆરવી)ની ખરીદીમાં સામેલ છે. ડીએસીની મીટિંગ સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં મળી હતી.
તમને જણાવી દઇએ કે, ઓક્ટોબરમાં કેબિનેટ કમિટી ઓન સિક્્યોરિટી (સીસીએ)એ પી૧૧૩૫.૬ (શિપ ફોલોઓન)ની ખરીદીનો નિર્ણય કર્યો હતો. ડીએસીએ બે નેવી શિપ માટે બ્રાહ્મોસ મિસાઇલની ખરીદીને મંજૂરી આપી દીધી છે. આ નેવી શિપ રશિયામાં બનશે. સ્વદેશમાં ડિઝાઇન થનાર બ્રહ્મોસ ટેસ્ટ કરવામાં આવી ચૂકી છે.
ડીએસીએ ભૂમિ સેનાના બેટલ ટેન્ક અર્જુન માટે એઆરવીની ખરીદીને પણ મંજૂરી આપી દીધી છે. તેમણે ડીઆરડીઓ (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવોલોપમેન્ટ ઓર્ગોનાઇઝેશન)એ ડિઝાઇન કર્યું છે અને સરકારની માલિકીની ભારત અર્થ મૂવર્સ લિમિટેડ દ્વારા મેન્યુફેક્ચર કરવામાં આવશે.
રશિયાની સાથે મિસાઈલ ડીલને એવા સમયે અંજામ આપવામાં આવી છે જ્યારે અમેરિકાએ આ દેશથી થનાર હથિયારોની ડીલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. સૂત્રો મુજબ આ બ્રહ્મોસ મિસાઈલને બે એડમિરલ ગ્રિગોરોવિચ ક્લાસની ફિગ્રેટ્સ પર ફિટ કરવામાં આવશે. આ દિવસોમાં જ ફ્રિગેટ્સને ગોવા સ્થિત ગોવા શિપયાર્ડ લિમિટેડમાં તૈયાર કરવામાં આવશે. ભારત અને રશિયા તરફથી મળીને વિકસિત થઈ રહેલ બ્રહ્મોસ રાકેટ સિસ્ટમને દુનિયાની સર્વશ્રેષ્ઠ મિસાઈલ સિસ્ટમ માનવામાં આવી રહી છે. બ્રહ્મોસની સ્પીડ ૨.૮ મેક (ધ્વનીની ઝડપ બરાબર) છે. આ મિસાઈલની રેન્જ ૨૯૦ કિમી છે અને તે ૩૦૦ કિલો ભારે યુદ્ધ સામગ્રી લઈ જઈ શકે છે. જા કે હવે ચીન બ્રહ્મોસને ટક્કર આપવા માટે એચડી૧ નામની મિસાઈલ ડેવલપ કરી રહ્યું છે જે પાકિસ્તાનને વેચશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




