ચલમવાડ યુવક મંડળનો આભાર વ્યક્ત કરતુ સુરત રકતદાન કેન્દ્ર

0
8

સુરત, તા.૨૬
છેલ્લા એક વર્ષથી ચલમવાડ યુવક મંડળ સલાબતપુરા, દિવાળી વેકેશન દરમ્યાન રક્તની અછત વર્તાતી હોય તેવા સંજાગોને નિવારવા અગાઉથી નિયમિત સ્વૈચ્છીક રક્તદાન શિબિરોનું આયોજન ગોઠવે છે. રવિવાર તા.૨૧-૧૦-૨૦૧૮ના અને સોમવાર ૨૨-૧૦-૨૦૧૮ના રોજ ચલમવાડ યુવક મંડળ, સલાબતપુરા દ્વારા આયોજિત રક્તદાન શિબિરમાં સ્વૈચ્છીક રક્તદાતાઅોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરવા માટે સહયોગ આપ્યો હતો. રકતદાન શિબિરમાં કુલ ૬૮૧ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જે બદલ સુરત રક્તદાન કેન્દ્ર અને રિસર્ચ સેન્ટરનાં જનસંપર્ક અધિકારી નિતેષ મહેતાએ ચલમવાડ યુવક મંડળના તેજસ રાજપૂત તથા તેમની સમગ્ર ટીમનો તેમજ ઉપસ્થિત તમામ સ્વૈચ્છીક રક્તદાતાઅોનો અંતઃકરણ પૂર્વક આભાર વ્યક્ત કરી રક્તની જરૂરીયાતવાળા દર્દીઅોને નવજીવન બક્ષવાના માનવ સેવાના આવા ઉમદા કાર્યો કરવા બદલ તેમની સેવાને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં શહેરનાં તમામ સ્વૈચ્છીક મંડળોને તેમજ સ્વૈચ્છીક રકતદાતાઅોને દિવાળીના સમયગાળામાં રક્તની જરૂરીયાતવાળા દર્દીઅોને સમયસર રક્ત મળી રહેતે માટે અગાઉથી શિબિરોનાં આયોજનો ગોઠવવા માટે તેમજ સ્વૈચ્છીક રક્તદાન કરી જવા નમ્ર અપીલ કરી હતી.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY